મેથી ભાજી તીખાં પારા જૈન (Methi Bhaji Tikha Para Jain Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#MBR4
#BR
#WEEK4
#METHIBHAJI
#TIKHAPARA
#NASTA
#TRAVELING
#winter
#LUNCHBOX
#COOKPADINDIA
#COOKPADGUJRATI
શિયાળામાં આ નાસ્તો અમારા ઘરમાં વારંવાર બને છે આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. મેથી ભાજીના તીખાપારા ગરમ તથા ઠંડા બંને પ્રકારે સ્વાદમાં સરસ જ લાગે છે. તેને તમે સવારના નાસ્તામાં ચા જોડે સર્વ કરી શકો છો. આ ઉપરાંત તેને દહીં જોડે પણ ખાવાની ખૂબ મજા આવે છે.જો ટ્રાવેલિંગમાં સાથે લઈ ગયા હોઈએ તો દહીં ,મરચા વગેરે સાથે ખાવાની ખૂબ મજા પડે છે. આ ઉપરાંત બાળકોને લંચબોક્સમાં પણ તે આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
જરૂર મુજબ
  1. 1 કપધોઈને ઝીણી સમારેલી મેથીની ભાજી
  2. 1 કપદહીં
  3. 1 કપબાજરીનો લોટ
  4. 1 કપઘઉંનો લોટ
  5. 1 ચમચીવાટેલા લીલા મરચા
  6. 1/4 ચમચી સુકુ આદું
  7. 2 ચમચીતલ
  8. પા કપ ઝીણી સમારેલી કોથમીર
  9. 1 ચમચીઓગાળેલો ગોળ (ઓપ્શનલ)
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 મોટી ચમચીતેલ મોણ માટે
  12. તળવા માટે તેલ
  13. 1/4 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બંને લોટ ચાળી લો પછી તેમાં બધા જ મસાલા, મેથી ની ભાજી, કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરીને છેલ્લે દહીં ઉમેરી કણક તૈયાર કરી લો.

  2. 2

    તૈયાર પણ એકમાંથી એક સરખા મોટા લુવા તૈયાર કરી મોટા રોટલા વણી લો અને ફોટામાં બતાવ્યા પ્રમાણે ચપ્પાની મદદથી તેમાં કાપા પાડી ને આકાર આપી દો.

  3. 3

    હવે ગરમ તેલમાં મધ્યમ તાપે આછા લાલ રંગના થાય તે રીતે વળાને તળી લો. મેથી ભાજી તીખાં પારા ઠંડા પડે એટલે તેને ડબ્બામાં ભરી લેવા.

  4. 4
  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes