મેથી ની ભાજી ના તળેલા મુઠિયાં (fried Methi Muthiya recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 કપઝીણી સમારેલી મેથી ની ભાજી
  2. 3/4 કપઘઉંનો કરકરો લોટ
  3. 1/4 કપચણા નો કરકરો લોટ
  4. 1ચમચો તેલ મોણ માટે
  5. 1/2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  6. 2 ચમચીખાંડ
  7. ચપટીહિંગ
  8. 1/4 ટી સ્પૂનહળદર પાવડર
  9. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  10. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  11. 1 ચમચીદહીં
  12. 1/4 કપઝીણી સમારેલી કોથમીર
  13. 1/4 ટી સ્પૂનસુંઠ
  14. 1 ચમચીતલ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજી અને કોથમીર ઝીણાં સમારીને ધોઈને કોરા કરી લો. હવે તેમાં બધી જ સામગ્રી ઉમેરી બરાબર મિક્સ કરી, તેમાંથી મુઠિયાં ની કણક તૈયાર કરી લો.

  2. 2

    એક તરફ તેલ મૂકીને બીજી તરફ તૈયાર કણકમાંથી નાના મુઠીયા વાળી લો.

  3. 3

    ગરમ તેલમાં મુઠીયા ક્રિસ્પી થાય તે રીતે ધીમા થી મધ્યમ તાપે તળી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ ક્રિસ્પી એવા મેથીની ભાજીના મુઠીયા સર્વ કરવા માટે. જે ગરમ અને ઠંડા બંને સરસ લાગે છે. આ મુઠીયાને ઊંધિયા શાક, પાપડીના શાકમાં, દાણા શાકમાં વગેરેમાં ઉમેરી શકાય છે. અને એકલા ખાવામાં પણ ખુબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes