પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.
#BW

પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)

હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.
#BW

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 મિનિટ
1-2 વ્યક્તિ
  1. 1વાટકો ઝીણી સમારેલી-ધોયેલી પાલકની ભાજી
  2. પોણા બે વાટકી ઘઉંનો કકરો લોટ
  3. 1/4 વાટકી ઘઉંનો ઝીણો લોટ
  4. 3 ચમચીવાટેલા આદું-મરચાં
  5. સ્વાદમુજબ મીઠું
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીદળેલી ખાંડ (ગળપણ ભાવતું હોય તો)
  9. 3ચમચા તેલ (મોણ માટે)
  10. 2ચમચા દહીં
  11. ચપટીખાવાનો સોડા
  12. 2 ચમચીતેલ (વઘાર માટે)
  13. 1/2 ચમચી રાઈ
  14. 1+1/2 ચમચી તલ
  15. ચપટીહીંગ
  16. જરૂર મુજબ લોટ બાંધવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    પાલકની ભાજીને સમારીને ધોઈને કોરી કરી લો.એક વાસણમાં બંને લોટ લઈ એમાં મોણ, મીઠું, હળદર, લાલ મરચું, લીલાં મરચાં તથા દળેલી ખાંડ ઉમેરો. પછી એમાં પાલકની ભાજી ઉમેરી દો.

  2. 2

    હવે આ બધાને બરાબર મિક્સ કરી લો.પછી એમાં દહીં તથા ચપટી ખાવાનો સોડા નાંખો પછી જરૂર મુજબ પાણી રેડી થોડો ઢીલો લોટ બાંધી લો.

  3. 3

    હવે આ લોટના મુઠીયા માટે લાંબા વાટા કરી લો.હવે એને વરાળે બાફવા મૂકી દો.લગભગ 15-20 મિનિટ પછી બફાઈ જશે.

  4. 4

    હવે આ મુઠીયાના વાટાને બહાર કાઢી ઠંડા પડવા દો.પછી એના કાપા પાડો.એક કઢાઈમાં વઘાર માટે તેલ રાઈ મૂકી વઘાર કરો એમાં હીંગ તથા તલ નાંખો.

  5. 5

    પછી એમાં મુઠીયા નાંખી વઘારો. બરાબર હલાવી 2-3 મિનિટ ગૅસ પર રાખી ઉતારી લો.

  6. 6

    હવ આ મુઠીયાને સાંજના જમવામાં કે સવારના ગરમ નાસ્તામાં પીરસી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes