ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#XS
#MBR9
#week9
#cookpadgujarati
#cookpad
શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મીનીટ
1 કિલો
  1. 4 Tbspઘી
  2. 1.5 કિલોગાજર
  3. 300 ગ્રામખાંડ
  4. 2લીટર દૂધ
  5. 1 Tspઇલાયચી પાઉડર
  6. 1/2 Tspજાયફળ પાઉડર
  7. 1/2 કપમિક્સ રોસ્ટેડ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

50 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગાજરને ધોઈ તેની છાલ ઉતારી તેને થોડું લાંબુ ખમણી લો. એક જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ મૂકી તેમાં તૈયાર કરેલું ગાજરનું ખમણ ઉમેરો.

  2. 2

    ઘી સાથે આ ખમણને બરાબર રીતે મિક્સ કરી પાંચેક મિનિટ માટે મીડીયમ ટુ લો ફ્લેમ પર સતત હલાવતા રહો.

  3. 3

    ગાજર થોડા નરમ પડે એટલે તેમાં દૂધ ઉમેરો.

  4. 4

    મીડીયમ ટુ હાઈ ફ્લેમ પર આ મિશ્રણને સતત હલાવતા રહો.

  5. 5

    દૂધ થોડું બળી જાય અને થોડી થીકનેસ આવે એટલે તેમાં ખાંડ ઉમેરો.

  6. 6

    સતત હલાવતા હલવો એકદમ થીક થાય એટલે તેમાં ઇલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને રોસ્ટેડ ડ્રાયફ્રુટ ઉમેરો. બધું બરાબર રીતે મિક્સ કરી લો.

  7. 7

    એક થાળીમાં થોડું ઘી પાથરી તેમાં આ તૈયાર કરેલો હલવો પાથરી દો તેના પર થોડી બદામની કતરણ પાથરી શકાય.

  8. 8

    હલવો થોડો ઠરે એટલે તેને મનગમતા શેઇપમાં ક્ટ કરી શકાય.

  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes