ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે

ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)

આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામલાલ ગાજર
  2. 500 ગ્રામદૂધ ફુલ ફેટવાળું
  3. ૧ નાની વાટકીખાંડ
  4. 1/2ચમચી ઈલાયચી પાઉડર
  5. કાજુ બદામ ની કતરણ દ્રાક્ષ અને મગજતરી ના બી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગાજરને બરાબર ધોઈ છોલી ને છીણી નાંખવી

  2. 2

    એક પેનમાં એક ચમચી ઘી મૂકી ગાજરને બરાબર પાણી બળે ત્યાં સુધી સાંતળી લેવા

  3. 3

    ગાજર બરાબર સંતળાઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો

  4. 4

    દૂધ 1/2 થઈ જાય એટલે તેમાં બેથી ત્રણ ચમચી મલાઈ ઉમેરી બરાબર હલાવતા રહો લગભગ બધું દૂધ બળી જાય અને ગાજર બરાબર ચડી જાય પછી ખાંડ ઉમેરો બરાબર હલાવતા રહો ખાંડનું પાણી બળી જાય પછી તેમાં એક ચમચી ઘી ઉમેરી બરાબર હલાવો છેલ્લે ઈલાયચી પાઉડર દ્રાક્ષ અને કાજુ બદામ ઉમેરો છેલ્લે ઘી ઉમેરવાથી હલવાનો રંગ સરસ આવે છે તો હવે ગેસ બંધ કરી હલવો કાજુ બદામ ની કતરણ અને મગજતરી ના બી નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes