બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
અન્ય લોકો માટે
  1. 2 નંગબીટ
  2. 1/4 કપ ખાંડ
  3. 1 કપદૂધ મલાઈ વાળું
  4. 2 મોટી ચમચીડ્રાયફ્રુટ ની કતરણ
  5. 3-4દૂધના પેંડા
  6. 3 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટને સારી રીતે ધોઈને તેની છાલ ઉતારી તેને ખમણી લેવું

  2. 2

    હવે એક પેનમાં ઘી લઈ તેમાં છીણેલું બીટ નાખી એને ધીમા ગેસ ઉપર બે થી ત્રણ મિનિટ સાંતળી લેવું. પછી તેમાં મલાઈ વાળું દૂધ ઉમેરી ધીમા ગેસ ઉપર બીટને કૂક થવા દેવું

  3. 3

    દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ફરીથી તેને ખાંડનું પાણી બળે ત્યાં સુધી કુક થવા દેવું અને તેમાં દૂધના પેંડા ને ક્રમલ કરીને ઉમેરી દેવા

  4. 4

    પછી તેમાં 1 ચમચીઘી ઉમેરી હલવાને છોડે ત્યાં સુધી હલાવતા રહેવું અને તેમાં ડ્રાયફ્રુટની કતરણ ઉમેરી દેવી ડ્રાયફ્રૂટમાં મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે

  5. 5

    હલવાને સર્વિંગ બાઉલમાં લઈ ડ્રાયફ્રુટ ની કતરણથી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes