વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#LSR
ગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે

વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)

#LSR
ગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૧ કપથોડું ખાટું દહીં
  2. ૪ ટીસ્પૂનચણાનો લોટ
  3. ૧ ટીસ્પૂનછીણેલુ આદું
  4. ૨ નંગલીલાં મરચાં
  5. ૧ ટીસ્પૂનખાંડ
  6. ૧ ટીસ્પૂનગોળ
  7. ૧ ટીસ્પૂનવરા ની કઢી નો મસાલો
  8. મીઠો લીમડો
  9. ૧ ટીસ્પૂનઘી
  10. ૧/૨ ટીસ્પૂનજીરુ
  11. ૧/૨ ટીસ્પૂનસુકી મેથી
  12. ૨ નંગબોરીયા મરચાં
  13. ૩ નંગલવિંગ
  14. ૧ નંગતજનો ટુકડો
  15. તજપત્ર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં દહીં અને ચણાનો લોટ લઈને ફેંટી લો

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખીને ફરીથી દહીં અને ચણાના લોટને વલોવી લો

  3. 3

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું ગોળ ખાંડ નાખીને ધીમા તાપે ગેસ પર મૂકો અને સતત હલાવતા રહો જેથી ગાંઠા ન પડે

  4. 4

    માં આદુ છીણી લો અને મરચા સમારીને નાખો હવે વઘાર માટે ઘી ગરમ કરો, તેમાં જીરું બોરીયા મરચા,તજપત્ર, તજ, લવિંગ સૂકી મેથી, મીઠા લીમડાના પાન નાખી અને વઘારને કઢીમાં રેડી દો

  5. 5

    ત્યારબાદ તેમાં વરાની કઢીનો મસાલો નાખો અને સતત હલાવતા રહો એક ઉભરો આવે અને મિશ્રણ જાડું થાય એટલે કઢી તૈયાર થઈ જાય

  6. 6

    કઢી સરસ ઉકળીને તૈયાર થઈ જાય એટલે કોથમીર ભભરાવો અને સર્વ કરો આ કઢી ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes