લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#SFC
#ભાવનગર_ફેમસ
#Streetfood
#Cookpadgujarati

આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યકિત
  1. 500 ગ્રામનાની બટાકી (નાના બેબી પોટેટો)
  2. 1.5 કપપાણી
  3. 1/2 tspમીઠું
  4. 2 tbspતેલ બટાકી ફ્રાય કરવા માટે
  5. 🎯 સ્પેશિયલ મસાલા ના ઘટકો :--
  6. 15-16 નંગલસણ ની કળી
  7. 2 ઇંચઆદુનો ટુકડો
  8. 1/2 tbspશેકેલા જીરાનો પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 3 tbspકાશ્મીરી લાલ મરચું પાઉડર
  11. 1/2 tspહળદર પાઉડર
  12. 1 tbspધાણા જીરું પાઉડર
  13. 🎯 વઘાર ના ઘટકો :--
  14. 2 tbspતેલ
  15. 1/4 tspહિંગ
  16. બનાવેલી લસણ ની પેસ્ટ મસાલો
  17. 3/4 કપપાણી
  18. શેકેલી બટાકી
  19. 2 tbspજીની સમારેલી કોથમીર
  20. 1 tspલીંબુ નો રસ
  21. 1/4 tspચાટ મસાલો
  22. 🎯 અન્ય સામગ્રી : --
  23. 200 ગ્રામકાચા ભૂંગળા (ફ્રાઈમ્સ)
  24. તેલ તળવા માટે જરૂર મુજબ
  25. 👉 ગાર્નિશ માટે :-- લીલી કોથમીર ના પાન

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરો. હવે તેલ ગરમ થાય એટલે કાચા ભૂંગળા તળી લો.

  2. 2

    ત્યારબાદ એક પ્રેશર કુકરમાં પાણી ઉમેરી તેમાં નાની બટાકી અને મીઠું ઉમેરી મિક્સ કરી કૂકર નું ઢાંકણ ઢાંકી 3 વ્હીસલ વગાડી બટાકી 80% બાફી લો.

  3. 3

    હવે આ બટાકી ને પ્રેશર કૂકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે બટાકી બહાર કાઢી ઠંડી કરી લો. અને તેની છાલ ઉતારી લો.

  4. 4

    હવે આપણે લસણીયા ભૂંગળા માટેનો સ્પેશિયલ મસાલો બનાવીશું. એની માટે મિક્સર જાર માં લસણ ની કળી, આદુ, શેકેલું જીરું પાઉડર, મીઠું, કાશ્મીરી લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ધાણા જીરું પાઉડર ઉમેરી ક્રશ કરી મસાલો તૈયાર કરી લો.

  5. 5

    હવે પેન મા તેલ ગરમ કરી તેમાં બાફેલી બટાકી ડાર્ક માર્ક ઉપર આવે ત્યાં સુધી શેકી લો. અને એક બાઉલ મા કાઢી લો.

  6. 6

    ત્યારબાદ એક પેન માં વધેલા તેલ મા બીજું 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં હિંગ અને લસણ ની પેસ્ટ ઉમેરી સ્લો ગેસ ની આંચ પર સાંતળી લો. હવે આમાં પાણી ઉમેરી આ લસણ ની પેસ્ટ ને બરાબર મિક્સ કરી કૂક કરી લો.

  7. 7

    હવે લસણ ની પેસ્ટ માંથી પાણી બધું બળી જાય એટલે આમાં ફ્રાય કરેલ બટાકી ઉમેરી બરાબર મસાલા સાથે કોટ કરી મસાલો ડ્રાય થાય ત્યાં સુધી કૂક કરી લો. હવે આમાં જીની સમારેલી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો. ત્યારબાદ આમાં લીંબુ નો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  8. 8

    ત્યારબાદ લાસ્ટ માં આમાં ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  9. 9

    હવે આપણા એકદમ ચટાકેદાર અને સ્પાઇસી એવા ભાવનગર ના પ્રખ્યાત લસણીયા ભૂંગળા બટાકા સર્વ કરવા માટે તૈયાર છે. ઉપર જીની સમારેલી કોથમીર ઉમેરી ગાર્નિશ કરી તળેલા ભૂંગળા સાથે સર્વ કરો.

  10. 10
  11. 11
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes