કોર્ન ફ્લેક્સ ભેલ (Cornflakes Bhel Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#CDY
#children_special
#cookpadgujarati

કોર્ન ફ્લેક્સ ભેલ એ ઝડપી અને સરળ નાસ્તાનો વિકલ્પ છે. બાળકો તેમજ પરિવારના તમામ સભ્યો માટે સાંજના ચાના સમય અથવા મંચિંગ નાસ્તા માટે આ એક સંપૂર્ણ નાસ્તો છે. આ એક સુપર સરળ અને સરળતાથી ઉપલબ્ધ ઘટકો સાથે તૈયાર કરવા માટે ઝડપી છે. બાળકો રોજ રોજ દૂધ સાથે કોર્ન ફ્લેક્સ ખાઈ ને થાકી ગયા હોય છે, તો આ રીત ની કોર્ન ફ્લેક્સ ભેલ બનાવી ને બાળકોને ખવડાવીએ તો એ હોંશે હોંશે ખાય લેશે. તદુપરાંત, આ એક ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તાનો વિકલ્પ છે કારણ કે આ બટાકા, ડુંગળી, ટામેટા, કેપ્સિકમ જેવા ઘણાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. દાડમના દાણા ભેલને સરસ ટેન્ગી-મીઠો સ્વાદ આપે છે. તેથી, આ ભેલ ઘરે બનાવવાનો પ્રયાસ કરો અને તમારા પરિવાર અને મિત્રો સાથે તેનો સ્વાદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નંગમીડિયમ સાઇઝ બાફેલ બટાકો
  2. 1 નંગકાકડી જીની સમારેલી
  3. 1 નંગમીડિયમ સાઇઝ ટામેટું જીણું સમારેલું
  4. 1 નંગમીડિયમ સાઇઝ ડુંગળી જીની સમારેલી
  5. 1/4 કપબેલપેપર્સ (રેડ, યેલો અને ગ્રીન કેપ્સિકમ જીણું સમારેલું)
  6. 2 નંગતીખા લીલા મરચાં જીના સમારેલા
  7. 1/4 કપદાડમ ના દાણા
  8. 2 tbspપંપકીન સીડસ
  9. 1 કપકોર્ન ફ્લેક્સ
  10. 1 નંગલીંબુ નો રસ
  11. નમક સ્વાદ અનુસાર
  12. 1/2 tspચાટ મસાલો
  13. 1નાનું પાઉચ ફ્રાઇડ મગ ની દાળ
  14. 2 tbspલીલી કોથમીર ના પાન
  15. 1/4 કપબેસન ની જીની નાયલોન સેવ
  16. 👉 ગાર્નિશ માટે :--
  17. લીલી કોથમીર ના પાન
  18. દાડમ ના દાણા
  19. બેસન ની જીની નાયલોન ની સેવ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી શાકભાજી ને જીણું જીણું સમારી લો. બટાકા ને પ્રેશર કુકરમાં બાફી લો. ને તેના જીના ટુકડા કરી લો.

  2. 2

    હવે એક મોટા બાઉલમાં બાફેલા બટાકાના ટુકડા, જીની સમારેલી ડુંગળી, જીના સમારેલા ટામેટા, જીની સમારેલી કાકડી, યેલો, ગ્રીન અને રેડ કેપ્સિકમ, તીખા જીના સમારેલા લીલાં મરચાં, દાડમ ના દાણા અને પંપકીન સીડસ ઉમેરો.

  3. 3

    હવે આમાં કોર્ન ફલેક્સ, લીંબુ નો રસ, ચાટ મસાલો અને નમક ઉમેરો.

  4. 4

    હવે આમાં ફ્રાઇડ મગ ની દાળ, લીલી કોથમીર ના પાન અને બેસન ની જીની નાયલોન સેવ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ ભેલ ને તરત જ સર્વ કરો.

  5. 5

    હવે આપણી એકદમ ચટાકેદાર અને હેલ્થી એવી કોર્ન ફ્લેકસ ની ભેલ તૈયાર છે સર્વ કરવા માટે. આ ભેલ ને લીલી કોથમીર ના પાન, દાડમ ના દાણા, બેસન ની જીની નાયલોન સેવ અને લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરો.

  6. 6
  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes