ફુલજર સોડા

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#SSM
આ એક નવું રોમાંચક ડ્રીંક છે જે ઉનાળામાં 3-મન ને પ્રફુલ્લિત કરે છે. તો જોઈએ કેરેલા સ્ટાઈલ fizzy ફુલજર સોડા ની રેસીપી. આ સ્પાઈસી, ટેન્ગી અને ફ્લેવર્સ થી ભરપુર પીણું છે જે આઉટડોર પાર્ટી જેમાં sun meets fun માટે ઉત્તમ ડ્રીંક છે .

ફુલજર સોડા

#SSM
આ એક નવું રોમાંચક ડ્રીંક છે જે ઉનાળામાં 3-મન ને પ્રફુલ્લિત કરે છે. તો જોઈએ કેરેલા સ્ટાઈલ fizzy ફુલજર સોડા ની રેસીપી. આ સ્પાઈસી, ટેન્ગી અને ફ્લેવર્સ થી ભરપુર પીણું છે જે આઉટડોર પાર્ટી જેમાં sun meets fun માટે ઉત્તમ ડ્રીંક છે .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

----
4 ગ્લાસ બનશે.
  1. 2ટી સ્પૂન સમારેલા લીલા મરચાં
  2. 1ટી સ્પૂન સમારેલું આદુ
  3. 15-20ફુદીના ના પાન
  4. 3ટે સ્પૂન સાકર
  5. 2ટે સ્પૂન લીંબુ નો રસ
  6. 1/4ટી સ્પૂન મીઠું
  7. ચીલ્ડ ક્લબ સોડા જોઈતા પ્રમાણમાં

રાંધવાની સૂચનાઓ

----
  1. 1

    મિક્ષણ : સોડા સિવાય ની બધી સામગ્રી ને નાના મિક્સર જાર માં લઈ, 2 ટે સ્પૂન પાણી નાંખી, સ્મૂથ પેસ્ટ બનાવી લેવી. મિક્ષણ ને ચીલ્ડ કરવા મુકો.

  2. 2

    સર્વ કરતી વખતે, મિક્ષણ ને 4 શોટ ગ્લાસ માં કાઢી ને સાઈડ પર રાખો.

  3. 3

    સરવિંગ કરવા ની રીત : એક ટોલ ગ્લાસ માં 3/4 ભાગની ચીલ્ડ સોડા ભરવી. એ સોડા ભરેલા ગ્લાસ માં તરતજ શોટ ગ્લાસ ધીમે થી ડ્રોપ કરવો. તરતજ fizz થશે અને સોડા બહાર ઉભરાવા મંડશે. Fizzy ફુલજર સોડા ને તરતજ મોંઢે માંડી ગટગટાવી જવી. ગરમી માં volcano ની જેમ ગ્લાસ માં થી ઈરપ્ટ થતી ફુલજર સોડા ની મઝા માણવી.

  4. 4

    આવીજ રીતે બીજા 3 ગ્લાસ બનાવી ને તરતજ સર્વ કરવા.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes