ધાબા ની દાળ ફ્રાય

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪-૫ જણ માટે
  1. ૧/૨ કપ બાફેલી તુવેર ની દાળ
  2. ૧/૨ કપ બાફેલી મસૂર ની દાળ
  3. ૧ ચમચી વાટેલા આદુ લસણ
  4. '૧ કાંદા
  5. '૨ લીલા મરચા
  6. '૧ સમારેલા ટમેટા
  7. ૧ ચમચી લાલ મરચા ની ભૂકી
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧ ચમચી ધાણા જીરું
  10. ૧/૨ ચમચી હળદર
  11. '૧ આખું લાલ મરચું
  12. જરૂર મુજબ ઘી
  13. ૧/૨ ચમચી કોથમીર
  14. '૧ કોલસો
  15. ચપટી હિંગ
  16. ૫-૬ પાનલીમડો
  17. પીરસવા માટે - લીંબુ સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    પેન માં જીરું, રાઈ ને હિંગ કોરા શેકી લો. સુગંધ આવે તેવું શેકો.

  2. 2

    ગરમ તેલ માં વાટેલા આદુ લસણ, કાંદા ને લીલા મરચા સાંતળી લો. કાંદા ને ભૂરા રંગ ના સાંતળો.

  3. 3

    ટમેટા ઉમેરી ને નરમ થાય તેવા સાંતળો.

  4. 4

    હવે બધા મસાલા ઉમેરી ને હલાવી લો.

  5. 5

    તેમાં બાફેલી દાળ ઉમેરી ને ૪-૫ મિનિટ માટે રાંધી લો.

  6. 6

    ગેસ બંધ કરી લો.

  7. 7

    વઘારીયા માં ઘી ગરમ કરી તેમાં આખું લાલ મરચું ને હિંગ નાખો

  8. 8

    દાળ માં વઘાર રેડો ને કોથમીર ભભરાવો.

  9. 9

    સ્મોક્ડ દાળ ફ્રાય માટે ;-કોલસા ને બાળો

  10. 10

    તેને નાના વાડકા માં મૂકી થોડું ઘી રેડો ને લાલ મરચું ભભરાવો.

  11. 11

    એ વાડકી ને દાળ ના પેન માં મૂકી ને ઢાંકણું ઢાંકી દો ૨ મિનિટ માટે.

  12. 12

    જીરા વાળા ભાત ને પાપડ સાથે પીરસો દાળ ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divyanshi 's Cooking Diary (Divyanshi Hiran)vegetarian Recipes
પર
cooking is my life,love 😚 follow me https://divyanshiscookbook.blogspot.com/?m=1
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes