કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.

કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)

# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ + ૧૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ વાટકીઅડદ ની દાળ (સફેદ)
  2. ૧/૪ વાટકીમગ ની મોગર દાળ
  3. ૨ ટે. સ્પૂનચણા ની દાળ
  4. ૨ ટે. સ્પૂન તુવેર ની દાળ
  5. ૨ ટે. સ્પૂન મસૂર ની દાળ
  6. ૧ (૧/૨ ટી.સ્પૂન)તેલ
  7. ૧/૨ ટી. સ્પૂન જીરું
  8. ૧/૪ ટી. સ્પૂન હિંગ
  9. પત્તુ મીઠો લીમડો
  10. ૧/૪ ટી. સ્પૂનહળદર
  11. ૧ ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર
  12. ૧/૨ ટી. સ્પૂન વાટેલું આદું
  13. ૧/૨ ટી. સ્પૂન વાટેલું લસણ
  14. ૧ નંગ લીલું મરચું કાપેલું
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૧ ટે. સ્પૂન લીંબુ નો રસ
  17. ૧ ટે. સ્પૂન સમારેલું લીલું લસણ
  18. ૧ ટે. સ્પૂન સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૧૫ + ૧૫ મિનિટ
  1. 1

    બધી દાળ મીક્સ કરી ધોઈ પાણી ઉમેરી ને કુકર માં ૨ સીટી વગાડી બાફી લેવી.

  2. 2

    એક તપેલી માં બાફેલી દાળ ને કાઢી લો.વઘારીયા માં તેલ લઈ ગરમ થાય એટલે જીરું ઉમેરો તતડે એટલે તેમાં હિંગ,મીઠો લીમડો,વાટેલા આદું અને લસણ ઉમેરી હલવો.

  3. 3

    પછી તેમાં હળદર અને લાલ મરચું પાઉડર ઉમેરી તે વઘાર ને દાળ વાળી તપેલી માં ઉમેરી દો.તેમાં સમારેલું લીલું મરચું અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી ૫ થી ૭ મિનિટ ઉકળવા દો.

  4. 4
  5. 5

    તેમાં લીંબુ નોર્સ,સમારેલા લીલા ધાણા, સમારેલું લીલું લસણ ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.તો તૈયાર છે કેવટી દાળ.

  6. 6

    તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરવી.ખુબજ ટેસ્ટી લાગે છે.આવી જાવ જમવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes