દેશી પિઝા

Punam Bhatt
Punam Bhatt @cook_16564276

પીઝા એક ઈટાલિયન ડિશ છે જે આજે ખૂબ લોકપ્રિય છે. પીઝા માં તમેં માનપસદ ફેરફાર કરી ને તેને નવો સ્વાદ આપી શકો છો. અહીં મેં ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે જેમાં પાસ્તા પણ છે👌

દેશી પિઝા

પીઝા એક ઈટાલિયન ડિશ છે જે આજે ખૂબ લોકપ્રિય છે. પીઝા માં તમેં માનપસદ ફેરફાર કરી ને તેને નવો સ્વાદ આપી શકો છો. અહીં મેં ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે જેમાં પાસ્તા પણ છે👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બેઝ માટે :-
  2. 1/2 કપઘઉં નો લોટ
  3. 1/2 કપજુવાર નો લોટ
  4. ચપટીમીઠું
  5. ચપટીઅજમો
  6. તેલ 2 ચમચા
  7. પાણી જરૂર મુજબ
  8. ટોપિંગ માટે
  9. 1 કપપાસ્તા
  10. 2 ચમચીપાસ્તા સોસ
  11. 2 ચપટીઓરેગાનો
  12. 2 ચપટીપેપરિકા
  13. 2 ચમચીઝીણી સમારેલ ડુંગળી
  14. 2 ચમચીઝીણું સમારેલ કેપ્સિકમ
  15. 2 ચમચીકોર્ન
  16. 2ચીઝ ક્યૂબ
  17. 2ચીઝ સ્લાઈસ
  18. ચમચીજેલેપીનોઝ લાલ અને લીલા 2 -3
  19. કપપિઝા સ્પ્રેડ 1/2
  20. કપછીનેલું ગો(go) નું ચિઝ 1
  21. 1 કપકેઅચપ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ઘઉં નો લોટ, જુવાર નો લોટ, મીઠું, અજમો, તેલ ઉમેરી મિક્સ કરો.જરૂર પ્રમાણે પાણી નાખી લોટ ની કણક બાંધો અને ઢાંકી ને રાખી દો.

  2. 2

    હવે કણક માંથી થોડી જાડી ભાખરી બનાવી તવી માં શેકી લો. બધી જ ભાખરી ઓ બનાવી લો

  3. 3

    હવે શેકેલી એક ભાખરી લો તેમાં ચીઝ સ્લાઈસ મૂકો ઉપર બીજી ભાખરી મૂકો અને ઉપર પિઝા સ્પ્રેડ લગાવો

  4. 4

    હવે ઉપર પાસ્તા નું મિશ્રણ મૂકો ઉપર ચીઝ ક્યૂબ ભરાવો પછી લાલ અને લીલાં જેલેપીનોઝ મૂકો અને છેલ્લાં છીનેલું ચીઝ ઉપર ભભરાવી પ્રેહિટ ઓવેન માં ૫-૭ મિનિટ માટે બેક કરો.

  5. 5

    દેશી પિઝા તૈયાર છે તેને કટ કરી ગરમા જ કેચપ સાથે પીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Punam Bhatt
Punam Bhatt @cook_16564276
પર

ટિપ્પણીઓ

Similar Recipes