મેંગો રસગુલ્લા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#મેંગો
રસગુલ્લા એ બહુ જાણીતી બંગાળી મીઠાઈ છે જે હવે ભારત ભર માં પ્રખ્યાત છે. એમાં કેરી નો સ્વાદ આપ્યો છે.

મેંગો રસગુલ્લા

#મેંગો
રસગુલ્લા એ બહુ જાણીતી બંગાળી મીઠાઈ છે જે હવે ભારત ભર માં પ્રખ્યાત છે. એમાં કેરી નો સ્વાદ આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 લિટરગાય નું દૂધ
  2. 1લીંબુ
  3. 1પાકી કેરી નો પલ્પ
  4. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    દૂધ ને ગરમ થવા મુકો. એક ઉકાળો આવે એટલે મેંગો પલ્પ ઉમેરી મિક્સ કરી, લીંબુ નો રસ ધીમે ધીમે નાખવો અને હલાવતા રહેવું. દૂધ ફાટવા લાગશે અને પનીર અને પાણી અલગ થવા લાગશે.

  2. 2

    તેને ચારણી માં મલમલ નું કપડું પાથરી ગાળી લો અને થોડું ઠંડુ પાણી તરત નાખી દેવું. કપડાં ને હલકા હાથે દબાવી,15 મિનિટ માટે લટકાવી દેવું જેથી બધું પાણી નીકળી જાય. પછી તેની ઉપર વજન મુકી બીજી 15 મિનિટ રાખો.

  3. 3

    હવે આ પનીર ને થાળી માં લઇ ને મુલાયમ થઈ ત્યાં સુધી મસળો. આશરે 15 મિનિટ થશે. પનીર થાળી માં ચોંટે નહીં અને હાથ માં ચીકનાઈ લગે એટલે થઈ ગયું સમજવું.

  4. 4

    હવે એના નાના નાના ગોળા બનાવી લેવા. પ્રેસર પાન માં 3 કપ પાણી અને ખાંડ નાખી ગરમ મૂકવું. ખાંડ ઓગળી જાય એટલે એક પછી એક ગોળા ધીમે ધીમે પાણી માં નાખવા. ઢાંકણ બંધ કરી એક સીટી વગાડવી.

  5. 5

    વરાળ નીકળી જાય એટલે કુકર ખોલી થોડી વાર હજી કુક કરવું જેથી એકદમ સ્પોનજી થઈ જાય. લગભગ ડબલ સાઈઝ થઈ જશે. પછી ગેસ બંધ કરી 2 કલાક ચાસણી માં જ રાખવા પછી ઉપયોગ માં લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes