તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)

શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે .
તલ શીંગ કોપરા ની સુખડી (Til Shing Kopra Sukhdi Recipe In Gujarati)
શિયાળા ના વસાણાં જેવું હેલ્થી સુખડી બનાવી.બહુ જ ટેસ્ટી લાગે છે .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુખડી ની સામગ્રી એકઠી કરી લેવી અને sukhdi ઠારવાની થાળી ને પણ ગ્રીસ કરીને તૈયાર રાખવી.
- 2
શીંગદાણા અને તલ ને શેકી લેવા.શીંગદાણા ના ફોતરા કાઢી અધકચરો પાઉડર કરી લેવો અને તલ ને પણ અધકચરાં વાટી લેવા.
- 3
જાડા તળિયા વાળા પેન માં ઘી લઈ ધીમી આંચે લોટ શેકી લેવો. Smell આવે અને કલર બદલાય ત્યાં સુધી.
- 4
ત્યારબાદ તેમાં શીંગ નો ભૂકો,તલનો ભૂકો,કોપરાનું ખમણ,સૂંઠ પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરી શેકી લેવું.
- 5
લાગે કે બધું એકરસ થઈ ગયું છે ત્યારબાદ ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્સ કરી લેવું.મિક્સર ની ગરમી થી ગોળ ઓગળી જશે.બરાબર હલાવી મિક્સ કરી,અને લાગે કે ગોળ ઓગળી ગયો છે ત્યારે પુરણ ને થાળી માં પાથરી લેવું,સમતલ કરી લેવું
- 6
એકસરખું પાથરી જાય એટલે ખસખસ છાંટી ને ગરમ હોય ત્યારેજ કાપા પાડી લેવા અને ઠરવા દેવું.
તો આપણી હેલ્થી અને પૌષ્ટિક સુખડી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes



















ટિપ્પણીઓ (11)