રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ

રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ધોઈને પલાળી લો હવે દૂધ ગરમ કરવા મુકો દૂધ ઊકળે એટલે તેમાં સાબુદાણા નાખો સાબુદાણા પારદર્શક થાય ત્યાં સુધી ઉકાળો અને સતત હલાવતા રહો હવે તેમાં ખાંડ મિક્સ કરો ખાંડ ઓગળે એટલે ઇલાયચી પાઉડર મિક્સ કરો હવે તેને ઠંડુ કરો અને તેમાં રોજ સીરપ ઉમેરો
- 2
- 3
એપ્પલ હલવો બનાવવા માટે એક પેનમાં એપલ ના ટુકડા નાખો હવે તેમાંથી નાખો અને તેને ધીમા તાપે સાંકડો apple નું પાણી છૂટે ત્યાં સુધી થવા દો હવે તેમાં દૂધ નાખો દૂધ બળી જાય એટલે તેમાં મલાઈ નાખો અને ખાંડ મિક્સ કરો. હવે તેમાં ઇલાયચી પાઉડર નાખી અને બધું જ પાણી બળે ત્યાં સુધી થવા દો હવે તેને ઠંડુ કરવા મૂકો ઠંડુ થાય પછી તેમાં રોસ્ટેડ ડ્રાયફ્રુટ મિક્સ કરો
- 4
- 5
તૈયાર છે આપણો એપલ હલવો હવે એક ગ્લાસમાં નીચે સાબુદાણા રબડી મૂકો. હવે તેના પર એપલ હલવો મુકો સાથે રોસ્ટેડ ડ્રાયફ્રુટ મુકો હવે તેને ફરીથી સાબુદાણા રબડી મૂકો અને તેના ઉપર રોજ સિરપ અને ડ્રાયફ્રૂટથી ગાર્નીશ કરો તૈયાર છે રોઝ રોઝ સાગો રબડી અને એપલ ડ્રાયફ્રુટ હલવો ડેઝર્ટ જે ઠંડો ઠંડો થાય છે
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (2)