પૌંવા મમરા નો ચેવડો (Riceflex & Ricepuffs Mixture Recipe In Gujarati)Gujarati

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

Sunday breakfast
Tea time recipe
આ વાનગીની વિશેષતા એ છે કે કોરા મમરા ઉપર તળેલા પૌંવા નાંખવાથી તેનું વધારાનું તેલ મમરા માં શોષાઈ જાય છે...અને હળદર, મરચું અને મીઠું સરસ મિક્સ થઈને ઝટપટ કલરફુલ ચેવડો બની જાયછે...બનાવવામાં સરળ અને સ્વાદમાં જકકાસ....👍👍😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપમમરા
  2. 2-3 કપપૌંવા (જાડા)
  3. 1/2 કપશીંગ દાણા
  4. 2 ચમચીદાળિયા
  5. 2ડાળખી મીઠો લીમડો
  6. 2 ચમચીહળદર
  7. 3 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 2 ચમચીદળેલી ખાંડ (ઓપશનલ)
  10. તળવા માટે તેલ
  11. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈમાં તળવા માટે તેલ લઈ ગેસ પર ગરમ કરવા મુકો. એક મોટા વાસણમાં સાદા મમરા કાઢીને રાખો તેના પર 1/2 ચમચી હળદર અને ચપટી મીઠું સ્પ્રિંકલ કરીને રાખો. તેલ ગરમ થાય એટલે પૌંવા નો ઝારો લઈ થોડા થોડા પૌંવા તળીને મમરા ઉપર ઉમેરો..

  2. 2

    પૌંવા તળતા જાવ અને દરેક બેચમાં મીઠું, મરચું, હળદર ઉમેરીને મિક્સ કરતા જાવ...શીંગ દાણા, દાળિયા અને મીઠો લીમડો તળીને ઉમેરો.આ રીતે બધું તળાય જાય એટલે ચાટ મસાલો અને ખાંડ ઉમેરી મિક્સ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes