રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ ધોઈ ને ત્રણ કલાક પલાળી રાખો પછી પાણી નિતારી કૂકરમાં દાળ નાખી જરૂર મુજબ પાણી નાખી તેમાં હળદર અને મીઠું નાખી હલાવી લ્યો ચાર સિટી વગાડી લ્યો કુકર ઠંડુ પડે એટલે ખોલી ને જોશું તો દાળ બફાઈ ગઈ છે નાની તપેલી માં એક કપ પાણી નાખી તેમાં ચણા નો લોટ નાખી હલાવી લ્યો તેમાં બાફેલી દાળ નાખી ઉકાળો તેમાં મીઠું અને સેજ હળદર નાંખી હલાવી લો વઘરિયા માં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈપ નાખો રાઈ તતડે એટલે તેમાં ચપટી હિંગ નાખી દાળ નો વઘાર કરો તૈયાર છે દાળ
- 2
- 3
બટાકા બાફી છોલી ને સમારી લ્યો કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં જીરું અને ચપટી હિંગ નાખી બટાકા વઘારો તેમાં મીઠું, મરચું, હળદર નાખી હલાવી લ્યો હવે તેમાં ચમચી ધાણાજીરું અને નાની ચમચી ગરમ મસાલો નાખી હલાવી લ્યો એકાદ મિનિટ પછી ગેસ બંધ કરી દયો તૈયાર છે ટેસ્ટી બટાકા નું શાક
- 4
- 5
મીઠા રસ માં ડુંગળી, લસણ ની ચટણી, ધાણાજીરું, મરચું, મીઠું, અને ગરમ મસાલો નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ચટણી
- 6
- 7
બાઉલ મા ઘઉં નો લોટ અને રવો લઈ તેમાં મીઠું અને એક ચમચી તેલ નાખી ને હલાવી લ્યો જરૂર મુજબ પાણી નાખી પૂરી નો લોટ બાંધી લ્યો દસ મિનિટ ઢાંકી ને રેવા દયો
- 8
લોટ માંથી લુવા કરી પૂરી વણી લ્યો કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે પૂરી તળી લ્યો તૈયાર છે પૂરી
- 9
- 10
સરવિંગ પ્લેટ માં પૂરી લઈ સહેજ દબાવી તેમાં સહેજ બટાકા નું શાક તેની ઉપર ચટણી અને પપૈયા નો તીખો સંભારો નાખી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી જામનગર ની ભરેલી પૂરી
- 11
- 12
Keywords
Similar Recipes
More Recipes




































ટિપ્પણીઓ