નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)

Unnati Desai
Unnati Desai @unns_cooking

#MBR2
week2
#cookpadindia
#cookpadgujarati
આ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો.

નાન ખટાઇ (Nankhatai Recipe In Gujarati)

#MBR2
week2
#cookpadindia
#cookpadgujarati
આ નાન ખટાઈની પરફેક્ટ રેસીપી છે. જો તમે આ રીતે બનાવશો તો બેકરી કરતા પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે. તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપમેંદો
  2. ૧/૨ કપચણાનો લોટ
  3. ૧/૪ કપરવો
  4. ૧ કપથીજેલુ ઘી (રૂમ ટેમ્પરેચર પર)
  5. ૧+૧/૪ કપ દળેલી ખાંડ
  6. ૧/૪ ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ૧/૪ ટીસ્પૂનબેકિંગ સોડા
  8. ૧/૨ ચમચીઈલાયચી પાઉડર
  9. ૧/૪ ચમચીજાયફળ પાઉડર
  10. ૧ ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં દળેલી ખાંડ અને થીજેલું ઘી જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેને લો. ખાંડ અને ઘી ને વ્હીકરની મદદથી મિક્સ કરી લો.હવે તેને 10 મિનિટ માટે એક જ દિશામાં ફેંટી લો જેથી તેનો કલર ચેન્જ થઈ જશે અને તે ખૂબ જ ફ્લફી અને સોફ્ટ થઈ જશે.

  2. 2
  3. 3

    હવે તેમાં મેંદો, રવો, ચણાનો લોટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, ઈલાયચી પાઉડર અને જાયફળ પાઉડર, ચપટી મીઠું ઉમેરો.

  4. 4
  5. 5

    આ બધું જ બરાબર મિક્સ કરીને કણક તૈયાર કરી લો. આ બધા ઘટકોને ને ફક્ત મિક્સ કરવાના છે. તેને મસળવાના નથી. હવે તેને 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દો. ત્યાં સુધી ઓવનને દસ મિનિટ માટે 160 °c પર પ્રી હિટ કરી લો.

  6. 6

    એક બેકિંગ ટ્રે માં બટર પેપર લગાવી તેના ઉપર મનગમતી સાઈઝની નાન ખટાઇ થોડા થોડા અંતરે મૂકી દો. નાન ખટાઈને 160 °c પર 20 મિનિટ માટે બેક કરી લો. નાન ખટાઈને બેક થઈ જાય એટલે તેને ઠંડી કરી લો. તે એકદમ ઠંડી થઈ જાય ત્યારબાદ તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. (અહીં મેં IFB ના ઓવનમાં કન્વેક્શન મોડ પર નાનખટાઈ બેક કરી છે)

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes