શાહી કેસર ફીરની (Shahi Kesar Firni Recipe In Gujarati)

Amita Soni @Amita_soni
શાહી કેસર ફીરની (Shahi Kesar Firni Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી: ચોખાને ધોઈને બે થી ત્રણ કલાક માટે પલાળી રાખો. પછી તેની ચારણીમાં નિતારીને તડકામાં અથવા તો પંખા નીચે સૂકવીને કોરા કરી લો પછી તેને મિક્સર જારમાં લઈને પીસી લો
- 2
એક લીટર દૂધમાંથી100 ગ્રામ દૂધ લઈને તેમાં પીસેલા પાવડરને નાખીને મિક્સ કરી લો બીજું દૂધ ગરમ કરવા મૂકો ઉભરો આવે પછી તેમાં તૈયાર કરેલ પેસ્ટ અને દૂધમાં પલાળેલું કેસર નાખીને ધીમા તાપે 20 મિનિટ માટે કુક થવા દો હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહીં
- 3
પછી તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ અને ખાંડ નાખીને મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે થવા દો પછી ગેસ બંધ કરીને ઈલાયચી પાઉડર નાખી દો રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તેને ફ્રિજમાં ઠંડી કરવા માટે મૂકી દો
- 4
તૈયાર છે શાહી કેસર ફીરની ગુલાબની પાંખડીને ડ્રાયફ્રુટ ની કતરણ વડે ગાર્નિશ કરીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827265











ટિપ્પણીઓ (14)