મટર પનીર (Matar paneer recipe in Gujarati)

આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને ગરમ પાણીમાં 30 મિનિટ માટે પલાળી રાખવા. ત્યારબાદ પાણીમાંથી કાઢી લઈને મિક્સર ગ્રાઈન્ડર માં મુલાયમ પેસ્ટમાં વાટી લેવા. હવે ટામેટામાં લીલા મરચા અને આદુ ઉમેરીને એને પણ મિક્સર જારમાં વાટી લેવું. બંને વસ્તુઓને બાજુ પર રહેવા દેવી.
- 2
એક પેનમાં તેલ ગરમ કરી એમાં પનીરના ટુકડાને ગોલ્ડન રંગના સાંતળી લેવા. હવે તેને હૂંફાળા પાણીમાં ઉમેરીને દસ મિનિટ માટે રહેવા દેવા. હવે પાણી નિતારી લઈને બાજુ પર રાખી મૂકવા.
- 3
એક પેનમાં તેલ અને ઘી ગરમ કરીને તેમાં જીરું ઉમેરવું. જીરુંનો રંગ બદલાય એટલે તેમાં લીલા મરચા, ધાણા ની દાંડી, આદુ અને લસણની પેસ્ટ ઉમેરીને એક મિનિટ માટે મીડીયમ તાપ પર સાતળવું. હવે તેમાં કાંદા ઉમેરીને કાંદાને હલકા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું, લાલ મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરીને બધી વસ્તુઓને બે મિનિટ માટે મીડિયમ તાપ પર સાંતળી લેવી. હવે તેમાં થોડું પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવું.
- 4
હવે તેમાં ટામેટાની પેસ્ટ અને કાજુની પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લેવું. બધી વસ્તુને મીડીયમ તાપ પર તેલ છૂટું પડે ત્યાં સુધી પકાવવી. હવે તેમાં 1.5 કપ પાણી ઉમેરીને વટાણા ઉમેરી દેવા. ઢાંકીને વટાણા જ્યાં સુધી બરાબર ચડી જાય ત્યાં સુધી પકાવવું.
- 5
હવે તેમાં પનીર ઉમેરીને બે મિનિટ માટે મીડીયમ તાપ પર પકાવવું. કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરીને બે ત્રણ મિનિટ માટે પકાવવું. હવે તેમાં લીલા ધાણા ઉમેરીને ગેસ બંધ કરી દેવો. પાણીનું પ્રમાણ વધારે કે ઓછું કરીને ગ્રેવીને પસંદગી પ્રમાણે જાડી કે પાતળી રાખી શકાય.
- 6
ગરમા ગરમ મટર પનીરને રોટલી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરવું.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
- સરસોં દા સાગ (Sarson da saag recipe in Gujarati)
- મક્કે દી રોટી સરસો દા સાગ ટ્રીટ બાઇટ્સ જૈન (Makke Di Roti Saraso Da Sag Treat Bites Jain Recipe In G
- ફરાળી ફુલકા રોટી (Farali Fulka Roti Recipe In Gujarati)
- બટાકા પૌવા ની કટલેસ (Bataka Poha Cutlet Recipe In Gujarati)
- શક્કરિયા બટાકા ની કટલેસ (Shakkariya Bataka Cutlet Recipe In Gujarati)

















ટિપ્પણીઓ (5)