વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)

sm.mitesh Vanaliya @shruta
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટે:- એક કડાઈ માં લોટ,મીઠું અને તેલ લઈ ને જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધી ને ૧૦ મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકો
- 2
સ્ટફિંગ માટે :- એક બાઉલ માં બાફેલા બટાકા, ખમણેલું ગાજર અને કોબી,ઝીણું સમારેલું લીલું મરચું અને ડુંગળી ઉમેરો અને ત્યારબાદ ઉપર મુજબ બધા સૂકા મસાલા ઉમેરી ને ઉપર કોથમીર નાખીને ને રેડી કરો
- 3
હવે પરાઠા બનાવવા માટે :-
હવે લોટ નો ગુંલલું લઈ થોડું વણવું હવે સ્ટફિંગ ને ગોળ દડા જેવું વાળી ને વણેલી રોટલી ના વચ્ચે ના ભાગ માં મૂકવું અને એની ઉપર ઝીણી સમાંરેલી કોથમીર છાંટવી અને ફરતી કોર થી કવર કરી કચોરી જેવો આકાર આપી હળવે હાથે થી દબાવી ને મોટું કરી ને બને બાજુ લોટ લગાવી ને મોટો રોટલા જેવું વણવું.
- 4
ત્યાર બાદ એને લોઢી ગરમ કરી એમાં બટર લગાવી ને સેકી લેવું. તો તૈયાર છે વેજિટેબલ પરાઠા એને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828031











ટિપ્પણીઓ (4)