વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)

વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના લોટમાં તેલ નાખી મોઈ લેવો. હવે તેમાં દહીં નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે હુંફાળું પાણી નાખી અને ઢોકળાનું ખીરું તૈયાર કરો. હવે તેમાં મેથી દાણા નાખી દેવા.આ ખીરાને ચાર કલાક માટે મૂકી રાખો. ચાર કલાક બાદ હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ વેજીટેબલ્સને ચોપરમાં ચોપ કરી લેવા.
- 2
ચોપ કરેલા વેજીટેબલ્સ ઢોકળા ના ખીરામાં એડ કરો. હળદર તથા મીઠું એડ કરો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ક્રેક કરી લો. હિંગ નાખી દો અને આ વઘાર ખીરામાં નાખો.
- 3
બધું જ બરાબર મિક્સ કરી લેવું. ઢોકળાના વાસણમાં અથવા મોટા તગારામાં પાણી ઉકળવા મૂકી દેવું. તેમાં પ્લેટ મૂકી દેવી. પાણી ઉકાળવાનું ચાલુ થાય એટલે હવે ખીરામાં ઇનો નાખી અને મિક્સ કરી લેવું.
- 4
થાળીને તેલથી ગ્રીસ કરી લઈ તેમાં બે ચમચા ખીરુ એડ કરો. પાતળા ઢોકળા બનાવો. હવે આ થાળીને સ્ટીમ થવા મૂકી દો. ઢોકળા ની એક થાળીને તૈયાર થતા 12 મિનિટ લાગશે. ત્યારબાદ થાળી ઠંડી પડે એટલે તેના પીસ પાડી લેવા. સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (7)