મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા

મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયા
આજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ .
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ
#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયા
આજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ .
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં વધેલા ભાત મેથી હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરૂ, હિંગ,નિમક, લસણની ચટણી, સોડા બાય કાર્બ, ખાંડ લીંબુનો રસ, આદુ મરચા ની પેસ્ટ અને તેલ નાંખી બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવી.
- 2
ત્યારબાદ તેમાં મલ્ટીગ્રેન લોટ જરૂર મુજબ નાખી મુઠીયા માટેનો લોટ તૈયાર કરી લેવો.
- 3
તપેલીમાં પાણી ગરમ કરવા મૂકવું ઉપર ચારણી મૂકી તૈયાર કરેલા મુઠીયાના લોટમાંથી લાંબા લુવાવાળી 25 મિનિટ સુધી સ્ટીમ કરી લેવા. થોડીવાર ઠંડા થવા દેવા ત્યારબાદ તેમાંથી પીસ કરી લેવા અને વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લેવી.
- 4
તપેલીમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાય મેથી સૂકું લાલ મરચું હિંગ અને તલ નાખી દેવા.
- 5
ત્યારબાદ તેમાં લીલા મરચા ના ટુકડા અને લીમડો નાખી મુઠીયાને વઘારી દેવા હળવા હાથે હલાવી ધીમા તાપે 8 થી 10 મિનિટ સુધી મુઠીયાને થોડાક ક્રિસ્પી થવા દેવા.
- 6
સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર થી ગાર્નીશ કરી મુઠીયા ને લાલ મરચાં લસણની ચટણી અને દહીં સાથે સર્વ કરવા.
તો તૈયાર છે
મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયા
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)