હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4 #Week2 #Noodels

નૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી.

હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)

#GA4 #Week2 #Noodels

નૂડલ્સ અને વેજીટેબલના સંગાથે હકકા નૂડલ્સ. આદુ-લસણ અને સોસીસના સથવારે બની સ્પાઈસી અને ટેન્ગી ચાઈનીઝ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1પેકેટ ચીન્ગસ હક્કા નૂડલ્સ
  2. 1/2 કપલાંબા સમારેલા ગાજર
  3. 1/2 કપલાંબા સમારેલા કાંદા
  4. 1/2 કપલાંબા સમારેલા લીલાં કેપ્સિકમ
  5. 1/2 કપલાંબા સમારેલા લાલ કેપ્સિકમ
  6. 1/2 કપલાંબી સમારેલી કોબીજ
  7. 1 ચમચીસમારેલું લસણ
  8. 1 ચમચીસમારેલું આદુ
  9. 1/2 ચમચીઝીણું સમારેલું લીલું મરચું
  10. 1-1+1/2 ચમચી સોયા સોસ
  11. 1 ચમચીગ્રીન ચીલી સોસ
  12. 1 ચમચીરેડ ચીલી સોસ
  13. 1-1+1/2 ચમચી કેચઅપ
  14. 1/4 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીવિનેગર
  16. સ્વાદાનુસાર મીઠું
  17. 2-3 ચમચીઓલિવ ઓઈલ/ તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.નૂડલ્સ બોઈલ કરી પાણી નિતારી ઠંડુ પાણી રેડી દો. એક ચમચી તેલ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    એક પેનમાં તેલ મૂકી આદુ,લસણ અને મરચું 2 મિનિટ સુધી સાંતળી લો.ત્યારબાદ બઘા શાકભાજી ઉમેરીને 5 મિનિટ સુધી સાંતળો.

  3. 3

    હવે બોઈલ નૂડલ્સ ઉમેરો અને બધા સોસ, મીઠું,મરી અને વિનેગર ઉમેરી બરાબર મિકસ કરી લો. 2 થી 3 મિનિટ સુધી થવા દો પછી ગેસ પરથી ઉતારી લો.

  4. 4

    હવે સર્વીંગ ડીશમા કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes