મગ પૌવા નાં ફલાફ્લ (Moong Poha Falafal Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#TT3 આ રેસિપી મારી ઇનોવેટિવ છે મેં પણ પહેલી વાર જ બનાવિ છે.રાત્રે મગ નુ વર્ડું બનાવ્યુ હતુ થોડા મગ વધ્યા હતા તો કંઈક નવું કરૂ અને મને પૌવા ઉમેરી આવુ કંઈક બનાવું એવો વિચાર આવ્યો એટલે મેં બનાવી પણ ખરેખર ખુબજ ટેસ્ટી બન્યા છે.મને ફ્લાફલ જેવા જ લાગ્યા એટલે મેં આ રેસિપી નુ નામ ફ્લાફલ જ આપી દીધુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપફણગાવેલા મગ
  2. 1 કપપલાડેલા પૌવા
  3. 2મરચા ઝીણાં સમારેલા
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 1 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 2 ચમચીમીઠું
  9. 1લીંબુ નો રસ
  10. 2 ચમચીખાંડ
  11. 1 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીહળદર
  13. 3 ચમચીલીલો કાંદો ઝીણો સમારેલો
  14. લીલા ધાણા
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફણગાવેલા મગ ને બાફી ને થંડા પડવા દો.પછી એક બાઊલ મા લઈ એમા પલાળેલા પૌવા,લીલો કાંદો ધાણા અને બધા મસાલા,લીંબુ નો રસ ખાંડ બધુ ઉમરી બરાબર મસળી ને મિક્સ કરો.

  2. 2

    હવે એમા થી નાની નાની ગોળ ટીક્કિ વાળી લ્યો.પછી ઍક કઢાઈ મા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ની ફ્રેમ ધીમી કરી એમા ટીક્કી મુકી ધીમા તાપે ગોલ્ડન એવી બંને બાજુ પલટાવી ને તળી લ્યો.પછી બધા જ આજ રીતે તળી લઈ સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes