મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Helly shah @cook_26193829
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ધોઈ ને ૪-૫ કલાક પાણી માં પલાળવા. ત્યાર બાદ મગ ને કુકર માં થોડું મીઠું, હળદર નાખી ને ૫-૬ સીટી વાગાળવી.
- 2
ત્યાર પછી, એક તવા માં તેલ ગરમ થયા પછી રાઇ, જીરું, લીમડી તતડાવી ને હીંગ નાખો. આદુ-મરચા, લસણ ની પેસ્ટ ઉમેરી ૨ મિનિટ સાતડો. અને ડુંગળી ની પેસ્ટ એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાતડો.
- 3
હવે, ટામેટા ની પેસ્ટ ઉમેરી ને સાતડો(લગભગ ૨-૩ મિનિટ). અને બાફેલા મગ એડ કરી ને હલાવો. હવે એમાં હળદર, ગોળ, મીઠું, લાલ મરચું પાઉડર, કિચન કીંગ મસાલો, લીંબુ નો રસ નાખી ને મિક્સ કરો. અને ૫-૭ મિનિટ થવા દો. (વચ્ચે- વચ્ચે હલાવતા રહો.) ને છેલ્લે લીલા ધાણા થી ગારનીશ કરો.
- 4
તો તૈયાર છે મુંગ મસાલા નું શાક ખાઇ શકાય છે.
Similar Recipes
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
આચારી મુંગ મસાલા (Aachari Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad_guj હમણાં ની પેન્ડામિક પરિસ્થિતિ ને લીધે આપણા શરીરને વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી..તો આવા સમયે આ રોગો ની સામે રક્ષણ મળે એવો ખોરાક આપણે ખાવો જોઈએ... અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો...મગ પોષક તત્વો થી ભરપુર છે. તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે..તે ખૂબ જ શક્તિવર્ધક છે. મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી, સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ, કોરા મસાલા મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં આચારી મૂંગ મસાલા બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે. જે ખૂબ જ સ્વાદિષ્ટ ને મસાલેદાર બન્યા છે. Daxa Parmar -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
મગ આપણા શરીર માટે બહુ જફાયદાકારક છે. માંદા વ્યક્તિ નેપણ સાજા કરી દે એટલા ગુણકારીમગ ની રેસિપી હું બનાવી રહી છું..#EB#week7 Sangita Vyas -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpad_gujઓસામણ એટલે કોઈ દાળ કે કઠોળ ને બાફી ને ઉપર આવતું જે વધારા નું પાણી હોય એ. આ પાણી ને વઘારી ને મસાલા કરી ભોજન માં વપરાય છે. આ ઓસામણ બહુ જ સ્વાસ્થયપ્રદ અને પચવામાં માં હળવું હોય છે.સામાન્ય રીતે કઠોળ પચવામાં ભારે હોય છે પરંતુ પ્રોટીન થી ભરપૂર મગ એ પચવામાં બીજા કઠોળ ની સરખામણીમાં સરળ છે. તેને બીજા કઠોળ ની જેમ પલાળવા પણ નથી પડતા અને ચડી પણ જલ્દી જાય છે.જૈન સમાજ માં મહત્તમ વપરાતા મગ ને ઘણી રીતે બનાવાય છે. સૂકા મગ, ખાટા મગ, રસા વાળા મગ તથા મગ નું ઓસામણ.ઓસામણ પણ વિવિધ રીતે અને પોતાની પસંદ પ્રમાણે બનાવાય છે જેમકે પાણી જેવું પાતળું ઓસામણ, જાડું ઓસામણ ,દહીં-છાસ સાથે નું ઓસામણ.આજે મેં મગ નું ઓસામણ બનાવ્યું છે જેને ભોજન સિવાય એક સૂપ તરીકે પણ પી શકાય છે. Deepa Rupani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
સામાન્ય રીતે જોઈએ તો માંદા નો ખોરાક મગ છે .મગ પચવામાં હલકા છે .દૂધ જેટલું જ પોષણ આપનાર છે .જેટલી શક્તિ ઘી ખાવા થી પ્રાપ્ત થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પ્રાપ્ત થાય છે .મગ રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવે છે .#EB#Week7 Rekha Ramchandani -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week6મગ એટલે પ્રોટીન નો ભંડાર અને પચવામાં હલકા. મગ ને જુદી જુદી રીતે બનાવી મસાલા ઉમેરી ટેસ્ટી બનાવી શકાય છે. અહીં મેં મસાલા મગ બનાવ્યા છે જે થોડા લચકા વાળા છે. Jyoti Joshi -
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#મુંગ મસાલા....મગ એક પૌષ્ટિક આહાર છે. મારા ઘરે તો દર બુધવારના દિવસે મગ બને છે. anudafda1610@gmail.com -
મુંગ સૂપ (Moong soup Recipe in Gujarati)
#GA4#WEEK10#SOUP#COOKPADGUJARATI#COOKPADINDIA મગ માં પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે સાથે સાથે તે પાચનક્રિયા સારી રાખે છે. સૂપ પણ ભૂખ ઉઘડવા માં ઉપયોગી છે. મગ નો સૂપ ઘર માં રહેલી સામગ્રી માં થી ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ એ એટલું પૌષ્ટિક મીલ છે કે બીમાર વ્યક્તિ ને પણ સાજા કરી દે છે .આજ ની મારી રેસિપી પણ એટલી જ હેલ્થી બનાવી છે . Sangita Vyas -
સરગવા નું શાક (Sargva shak Recipe in Gujarati)
#EB#week6સરગવા નું દહીં - બેસન ની ગ્રેવી વાળું શાક લગભગ ગુજરાત માં બધે ખવાય છે.સરગવા ને બાફી ને આ શાક બનાવાય છે. ફ્રેશ સરગવો હોય ત્યારે આ શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. સરગવા ને 'મોરિંગા' પણ કહેવાય છે.સરગવા માં વિટામીન, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં હોય છે. સરગવો ઈન્ફેકશન સામે રક્ષણ ઉપરાંત, ડાયજેશન ક્ષમતા વધારે છે. તેમ જ લોહી ને શુધ્ધ કરે છે. Helly shah -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મુંગ મસાલા બનાવ્યા છે,મગ ખુબ ગુણકારી છે. કહેવાય છે ને કે" મગ ચલાવે પગ"સવારે નાસ્તા મા પણ લઈ શકાય છે અને જમવામાં પણ લઈ શકાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
મગ નું ગ્રેવી વાળુ શાક(mag nu saak recipe in Gujarati)
મગ એ કઠોળ નો રાજા ગણવામા આવે છે કહેવાય છે ને કે મગ બીમાર માણસ ને પણ સાજા કરી દે છે..આમ પણ મગ પ્રોટીન , આર્યન ,ફાઈબર પણ હોય છે તો હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ લાગે છે.જે લોકો ને વેઇટ મેન્ટન કરવો હોય એ પણ બાફેલા મગ ખાય શકે છે..મગ પચવામાં પણ હલકા છે.. Janki Kalavadia -
સ્પ્રાઉટેડ મુંગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindiaકહેવત છે ને કે મગ લાવે પગ અને એમાં પણ ફણગાવેલા મગ ખુબજ હેલ્ધી પૌષ્ટિક હોય છે તો મે એનો ઉપયોગ કરીને જ સ્પ્રાઉટેડ મુંગ મસાલા બનાવેલ છે. Bindi Vora Majmudar -
સ્પ્રાઉટેડ મસાલા મગ (Sprouted Masala Moong Salad Recipe In Gujarati)
#GA4#WEEK11મગ મા વિટામિન અને ફાઇબર વધારે હોય છે. મગ ખાવા સારુ. સ્પ્રાઉટેડ મગ નું સલાડ પણ બનાવાય છે. મેં મસાલા મગ બનાવ્યા છે. Richa Shahpatel -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મુંગ મસાલા એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય તેવી વાનગી છે. આ વાનગી ઘરમાં અવેલેબલ હોય તેવી સામાન્ય વસ્તુઓ માંથી જ બની જાય છે. આ વાનગી બનાવવા માટે કઠોળના મગ નો ઉપયોગ કરવામાં આવે છે. મગ આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક ગણાય છે. નાના બાળકોને, બીમાર વ્યક્તિને કે મોટી ઉંમરના લોકોને મગનું શાક પચવામાં પણ ઘણું સરળ રહે છે.પોષક તત્વોની સાથે સાથે આ વાનગી સ્વાદિષ્ટ પણ તેટલી જ બને છે. Asmita Rupani -
બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
#CB1બટાકા પૌંઆ ભારત નો લોકપ્રિય બ્રેકફાસ્ટ છે. મહારાષ્ટ્ર ના પોહા ખૂબજ ટેસ્ટી હોય છે. બટાકા પૌંઆ માં બટાકા, ડુંગળી, લીલા વટાણા નાખી ને બનાવાય છે. લીલા મરચાં , લીંબુ, લીલા ધાણા, ચાટ મસાલો ની ફ્લેવર કંઈક અલગ જ સ્વાદ આપે છે. Helly shah -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homefood#breakfast#homemadeગુજરાતી ભોજનમાં કઠોળનું એક અલગ જ મહત્વ છે. નાસ્તામાં પણ કઠોળ ખવાય છે. કહેવત છે કે "મગ ચલાવે પગ" આ કઠોળ એવું છે કે જેમાં વિટામીન ,પ્રોટીન, ખનિજ તત્વો ભરપૂર છે. મગ વજન ઓછું કરવા માટે પણ ઉપયોગી છે. Neeru Thakkar -
આખા મગની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ એ સાજા અને માદા બંને વ્યક્તિઓ માટે ઉપયોગી છે. કહેવાય છે કે એક લીટર દૂધમાં જેટલી શક્તિ છે તેટલી ગ્રામ ૧૦૦ મગમાંથી ઉત્પન્ન થાય છે. જેટલી શક્તિ ઘી ખાવાથી ઉત્પન્ન થાય છે તેટલી જ શક્તિ મગ ખાવાથી પણ ઉત્પન્ન થાય છે. પચવામાં હલકા અને પોષણ આપનાર છે. Neeru Thakkar -
મગ (moong recipe in gujarati)
છૂટા મગ અને એનું ઓસાણ સાથે ભાત એ મારા પરિવાર ની ફેવરીટ વાનગી છે. ખાસ બુધવારે બનતાં મગ ને ફણગાવી એને બનાવ્યા છે. પોષણયુક્ત આહાર અઠવાડીયા માં એક વાર બનાવીયે તો આપણી હેલ્થ પણ સારી રહે છે.મગ અને એનાં ઓસાણ ને વઘાર્યુ છે. સાથે ફૂલકા રોટલી અને ભાત. Bansi Thaker -
રસાવાળા મગ મસાલા (Rasavala Moong Masala Recipe In Gujarati)
#EB#week_7#મગમસાલાલગભગ બધા ના ઘરે મગ બનતા હશે,કોઈ રસાવાળા તો કોઇ રસા વગરના. આજે મેં રસાવાળા મગ બનાવ્યા છે.બિમાર વ્યક્તિ પણ મગ ખાઈ શકે છે.મગ ખૂબ હેલ્થી છે અને પચવામાં પણ હલકા છે. Colours of Food by Heena Nayak -
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#week7 આજકાલ આપણા શરીરને વિટામિન્સ,પ્રોટીન, ફાઇબર વગેરે પૂરતા પ્રમાણમાં મળતાં નથી... આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ ને લીધે આપણા શરીરમાં તેની ઊણપ રહી જાય છે.. આપણે આપણા ડાયટ નું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ તેની સાથે સાથે આપણી દિનચર્યા અને પૂરતી ઉંઘ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.જે આપણને હેલ્થી રાખવામાં મદદરૂપ બને છે. અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો... દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે... મગ ને સાબુત મગ તરીકે પણ ઓળખાય છે.તેમા થી બે પ્રકાર ની દાળ બનાવામાં આવે છે. મગ ને સ્પ્લિટ કરી ને જે દાળ બંને છે તેને ફોતરાં વાળી દાળ કે હરી મૂંગ દાળ તરીકે ઓળખાય છે. હવે આ જ ફોતરાં વાળી દાળ ના ઉપર ના ફોતરાં મશીન દ્વારા દૂર કરવામાં આવે છે, તેને આપણે મગ ની મોગર કે યલો મૂંગ દાળ તરીકે ઓળખીએ છીએ.-મગ પોષક તત્વો થી ભરપુર છે.તેમા પ્રોટીન , વિટામિન, ફાઇબર ની માત્રા વધારે જોવા મળે છે-તે ખૂબ જ શક્તિવર્ધક છે.- મગ ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે જેમ કે, ફણગાવેલા મગ, બાફેલા મગ , મગ ની સબ્જી,સ્પ્રાઉટ ચાટ, ખાટાં મગ ....મગ પચવામાં હલકા અને શીતળ હોય છે જેથી બીમાર કે માંદા હોય ત્યારે મગનું સેવન લાભકારી નીવડે છે...મેં અહીં મૂંગ મસાલા કે મગ બનાવ્યા છે જે આપ સૌને જરૂર થી પંસદ આવશે..😇🤗 Nirali Prajapati -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ માંદા માણસ ને ઉભો કરવા ની તાકાત ધરાવે છે..મગ નું સેવન ખૂબ જ સારું છે.. મગ નું શાક અને રોટલા સાથે કચુંબર..મોજ પડી જાય... Sunita Vaghela -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7 મગ એક એવું ધાન છે જે દાળ કઠોળ બન્ને તરીકે વપરાય છે મગ માં વીટામીન પ્રોટીન ખૂબ જ રહેલું છે અને એમા પણ ઉગાડેલા મગ તો આપડા હેલ્થ માટે ખૂબ સારા તો ચાલો જોઈએ.... Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15322576
ટિપ્પણીઓ