દાલ ફ્રાય તડકા (Dal Fry Tadka Recipe In Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 2 ટેબલ સ્પૂનફોતરા વાળી મગની દાળ
  2. 2 ટેબલ સ્પૂનઅડદ દાળ
  3. 1 ટેબલ સ્પૂનચણાની દાળ
  4. 1 ટી સ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનજીરૂ
  6. 1 ટી સ્પૂનલસણ ની પેસ્ટ
  7. 1/2 ટી સ્પૂનઆદુ અને મરચાં ની પેસ્ટ
  8. 1ઝીણી સમારેલી ડુંગળી
  9. 1ઝીણું સમારેલું ટામેટું
  10. 1-1/2 ટી સ્પૂનલાલ મરચું
  11. 1/4 ટી સ્પૂનહળદર પાઉડર
  12. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 2લીંબુનો રસ
  15. તડકા માટે:
  16. 2 ચમચીઘી / તેલ
  17. 2 ચમચીલસણની પેસ્ટ અને લસણ ઝીણું સમારેલું
  18. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  19. 1સૂકું લાલ મરચું
  20. કોથમીર ઝીણી સમારેલી
  21. જરૂરી પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ મિક્સ કરી સરખી ધોઈને ૧ કલાક પલાળી રાખો. ત્યારબાદ ગેસ ચાલુ કરીને
    કૂકરમાં બાફી લો. ગેસ બંધ કરી લો. દાળ બધી જ ગળી ગઈ હોય એટલે દાળ ને ક્રશ કરવાની નથી

  2. 2

    હવે એક કડાઈમાં 2 ચમચી ઘી / તેલ મૂકી જીરું નાખી લસણની પેસ્ટ, સમારેલું લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી લો. હવે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું ટામેટું નાખીને બરાબર ચડવા દો. પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી લો ને ઉકળતા પાણી માં મરચું, હળદર, ગરમ મસાલો, અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં બાફેલી દાળ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને પાંચ મિનિટ માટે ચડવા દો.

  3. 3

    પછી તેમાં લીંબૂ ઉમેરો. હવે બીજા ગેસ પર વઘારીયા માં બે ચમચી ઘી, એક ચમચી લસણની પેસ્ટ અને સૂકું લાલ મરચું નાખી બનાવેલી દાળ નો તડકો કરો. પછી તેને કોથમીર થી ગાર્નીશ કરો. ગરમાગરમ દાલ ફ્રાય ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

Similar Recipes