મિક્સ દાલ તડકા (Mix Dal Tadka Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 3 ચમચીસફેદ અડદની દાળ
  2. ૩ ચમચીલીલી મગની દાળ
  3. ૩ ચમચીકાળી અડદની દાળ
  4. 2 ચમચીચણાની દાળ
  5. 2 ચમચીપીળી મગની દાળ
  6. ૪ ચમચીતુવેરની દાળ
  7. 1મોટું ટમેટું ઝીણું સમારેલું
  8. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  9. 6-7કળી લસણ ની પેસ્ટ
  10. 1 ટુકડોઆદુનો ઝીણી કટકી કરેલી
  11. 1નવો તીખું લીલું મરચું સમારેલું
  12. ૧ નંગમીઠા લીમડાની ડાળખી
  13. 1 વાટકીકોથમીર ઝીણી સમારેલી
  14. રોજિંદા મસાલા અને મીઠું સ્વાદ અનુસાર
  15. વઘાર માટે ઘી
  16. 2 ચમચીકિચન કિંગ મસાલો
  17. ૩ ચમચીવ્હાઈટ માખણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ દાળને મિક્સ કરી પાણીથી બરાબર ધોઈ અને 20 મિનિટ માટે પલાળી રાખો.ત્યારબાદ તેને પ્રેશર કુકરમાં ત્રણથી ચાર whistle વગાડી ઠંડી પડે એટલે ચમચાની મદદથી થોડી હલાવી લો. જરૂરિયાત મુજબ ઘટ કે પાતળી રાખવા પાણી ઉમેરો.

  2. 2

    હવે વઘાર માટે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં જીરા અને હીંગનો વઘાર કરી ક્રમશઃ આદુ મરચાં લીમડો લસણની પેસ્ટ ઉમેરી એક મિનિટ માટે સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરો અને સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં ટામેટાં ઉમેરો અને સહેજ નરમ પડે ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તૈયાર કરેલ વઘારેલા મસાલામાં 1/2 ચમચી હળદર, દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું, એક ચમચી ધાણાજીરું પાઉડર ઉમેરો અને સહેજ મિક્સ કરો. તેમાં સહેજ પાણી ઉમેરી મસાલા ને સહેજ ઉકાળો. ત્યારબાદ તેમાં બાફીને તૈયાર કરેલી દાળ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દસથી પંદર મિનિટ એકદમ ધીમા તાપે ચડવા દો.

  4. 4

    હવે તેમાં માખણ અને કિચન કિંગ મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો.ગાર્નીશિંગ પૂરતી કોથમીર રાખી બાકીની કોથમીર પણ એડ કરો અને ઢાંકીને બે મિનિટ માટે ચઢવા દો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ મિક્સ દાલ તડકા તેને જીરા રાઈસ કે પ્લેન રાઈસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes