રીંગણ નો ઓળો અને રોટલા(rigan no olo recipe in Gujarati)

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot
શેર કરો

ઘટકો

1 કલાક
3 વ્યકિત
  1. 250 ગ્રામબાજરા નો લોટ
  2. 100 ગ્રામજુવાર નો લોટ
  3. 1 નાની ચમચીનમક
  4. 250 ગ્રામરીંગણ
  5. 1મોટી ડુંગળી
  6. 1ટામેટું
  7. 3કડી લસણ
  8. 1 ટુકડોઆદુ
  9. 1મરચું
  10. 1 ચમચીમરચું પાઉડર
  11. 1/2 ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રીંગણ ને ચેકા મારી તેલ લગાડી ગેસ પર સેકી લો.. શેકાય જાય પછી તેની કાળી છાલ ઉતારી લો..પછી રીંગણ નું દાંડલો કાઢી બાફેલો ભાગ છૂંદી નાખો..

  2. 2

    ટામેટું સમારી લો..ડુંગળી કાપી લો..આદુ મરચા ની પેસ્ટ કરી લો..

  3. 3

    વઘાર માટે તેલ 4 પાવરા તેલ મૂકી લીમડો મરચું મૂકી રાઇ જીરુ હિંગ નો વઘાર કરો આદુ મરચા ની પેસ્ટ નાખો પછી ટામેટું ડુંગળી નાખી ચડવા દો..ચડી જાય પછી તેમાં રીંગણ નો બફેલો ભાગ નાખો..બધુ મિક્સ કરો તેમાં ટેસ્ટ મુજબ મીઠું મરચું પાઉડર હળદર પાઉડર જીરૂ પાઉડર નાખી મિક્સ કરી ચડવા દો. રેડી છે રીંગણ નું ભરથું.....

  4. 4

    રોટલા માટે રોટલા ના જુવાર ના લોટ ને મિક્સ કરો નમક નાખી પાણી નાખી મીડિયામાં લોટ ને કુણ આવે તેમ મસળો..માસડાય જાય પછી પાટલા ની મદદ થી કે હાથ ની મદદ થી રોટલો બનાવો..તાવડી ગરમ થાય પછી રોટલો નાખો પડ ચોડવો પછી બીજી સાઈડ ચોડવો. આમ બને બાજુ ચોડવી લો..રેડી છે રોટલાં..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes