રીંગણ નો ઓળો રોટલા સાથે

Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915

રીંગણ નો ઓળો રોટલા સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરીંગણ (ઓળા માટેનું બીજ વિનાનું)
  2. 2 ચમચીમરચાં જીણા સમારેલા
  3. 2 ચમચીલીલું લસણ જીણું સમારેલું
  4. 1લિલી ડુંગળી જીણી સમારેલી
  5. 1ટામેટું જીણું સમારેલું
  6. 4 ચમચીતેલ વઘાર માટે
  7. 1/3 ચમચીરાઈ, જીરું
  8. 2 ચમચીલીલા ધાણા સમારેલા
  9. 1/4 ચમચીહળદર
  10. 1/4 ચમચીધાણા જીરૂપાવડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. 1 ચમચીખાંડ
  13. 1/2 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ ને ચપ્પુ વડે ચેકા પાડી ગેસ પર શેકો.બરાબર શેકાય પછી છાલ ઉતારી લો.ડિશ માં ચમચા વડે છૂંદી લો.

  2. 2

    વઘાર માટે તેલ મૂકી રાઈ, જીરુનો વઘાર કરો. ડુંગળી અને લસણ ઉમેરી હલાવો.મરચાં નાખી હલાવો.થોડીવાર હલાવી ટામેટાં નાખો.મીઠું,હળદર અને ધાણાજીરું નાખો.ખાંડ નાખી થોડીવાર હલાવો.પછી રીંગનનો છૂંદો નાખી હલાવો.બરાબર મીક્સ કરો. 2 મિનિટ પકવો.લીંબુ નો રસ નાખિ ગેસ બંધ કરો.

  3. 3

    ધાણા નાખી હલાવો.

  4. 4

    રોટલા સાથે પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Ukani
Jyoti Ukani @cook_17938915
પર

ટિપ્પણીઓ

Similar Recipes