કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692

#સુપરશેફ3
#week3
#monsoon
#માઇઇબુક
#પોસ્ટ19

આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો.

કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)

#સુપરશેફ3
#week3
#monsoon
#માઇઇબુક
#પોસ્ટ19

આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5વ્યક્તિ માટે
  1. સામગ્રી
  2. 1 કિલોગ્રામમોટા રીંગણ
  3. 100 ગ્રામલીલી અને સૂકી ડુંગળી બારીક સમારેલી
  4. 50 ગ્રામલીલું લસણ (લીલું લસણ ન હોય તો સૂકુ પણ ચાલે)
  5. 50 ગ્રામટામેટા બારીક સમારેલા
  6. 3 ચમચીઆદું મરચા અને લસણ પેસ્ટ
  7. તેલ જરૂર મુજબ
  8. 1 નાની ચમચીજીરું
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 2 ચમચીધાણાજીરું
  11. 1 ચમચીહળદળ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 50 ગ્રામઝીણી સમારેલી કોથમીર
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. બાજરા નો રોટલો માટે :
  16. 2વાટકા બાજરા નો લોટ
  17. જરૂર મુજબ પાણી
  18. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ઓળો ના રીંગણ ને શેકવા માટે:

    સૌ પ્રથમ રીંગણ ને પાણી થી ધોઈ ને લુછી લો હવે રીંગણ ને તેલ લગાવી લો અને ગેસ ઉપર શેકવા મુકો કે પછી ઓવન માં બેક કરી લો અથવા રીંગણ ને ધીમે ધીમે ફેરવતા ગેસ ઉપર સારી રીતે શેકી લો હવે શેકેલા રીંગણ માંથી સરસ સુગંધ આવવા લાગશે પછી હવે રીંગણને ઠંડુ થવા મુકો ઠંડા થયા પછી રીંગણ ની ઉપર ની છાલ છોલી કાઢી લો હવે છોલેલા રીંગણ ને એક પ્લેટ માં કાઢી નાના ટુકડા કરી લો.

  2. 2

    રીંગણ નો ઓળો બનાવવા માટેની રીત :

    એક વાસણ માં કે માટી ની કઢાઈ માં તેલ ગરમ કરો અને તેલ માં જીરું,અને હિંગ નાખો પછી તેમાં સમારેલી ડુંગળી, આદું મરચા અને લસણ ની પેસ્ટ તેલ માં નાખી સાંતળો પછી ડુંગળી માં ટામેટા ઉમેરી તેમાં થોડું મીઠું નાખો હવે ત્યાં સુધી પકાવો કે સરસ પેસ્ટ જેવું બની જાય. તેમાં લાલ મરચું હળદળ, ધણાજીરું અને ગરમ મસાલા નાખી મિક્ષ કરો

  3. 3

    હવે તેમાં શેકેલા રીંગણ ને નાખી બધુ મિક્સ કરી ને તેમાં લીલી ડુંગળી નાંખો શેકેલા રીંગણ પેસ્ટ માં મિક્સ કરી લો અને ચડવાદો થોડી વાર પછી રીંગણ નો ઓળો તૈયાર થઈ જાય પછી ઉપર થી કોથમીર નાખી હલાવી નાખો.

  4. 4

    બાજરીના રોટલા બનાવવા માટે:

    હવે એક વાસણ માં બાજરીનો લોટ લો અને લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું નાખી જરૂર પ્રમાણે પાણી નાખી રોટલા નો લોટ બાંધતા જાવ અને
    ગેસ પર માટી ની તાવડી મૂકી બાજરીના રોટલા ને હાથ થી ટીપી ને માટી ની તાવડી માં મૂકો અને બંને બાજુ શેકી લો ને ગેસ બંધ કરી દો. બનાવેલા બાજરીના રોટલા ને ડીશ માં કાઢી લો

  5. 5

    હવે એક ડીશ માં બાજરીના રોટલા ને મૂકો પછી રીંગણ ના ઓળા ને ડુંગળી ટામેટાં ની કચુંબર અને છાસ અને ગોળ તેમજ અડદ ના પાપડ સાથે પીરસો.
    ધનેશ્વરી કિરણકુમાર જોશી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
પર

Similar Recipes