ભાખરી પાવભાજી પીઝા (bhakhri pav bhaji pizza recipe in Gujarati)

Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954

ભાખરી પાવભાજી પીઝા (bhakhri pav bhaji pizza recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. ચમચો મોણ માટે તેલ
  3. 1 ચપટીસાજીના ફૂલ
  4. 1/4 ચમચી બેકિંગ પાઉડર
  5. 1/4 ચમચી દળેલી ખાંડ
  6. લોટ બાંધવા માટે દહીં
  7. પીઝા બનાવવા માટે
  8. ટમેટાની કેપ્સીકમની slice
  9. ખાતા હોય તો ડુંગળી ની સ્લાઈસ
  10. ઘરમાં હોય તો ઓલીવ ની slice
  11. પીઝા ઉપર ખમણવા માટે ચીઝ
  12. જરૂરિયાત પ્રમાણે chilli flakes oregano
  13. પીઝા સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભાખરીનો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ લઇ એમાં મોણ સાજીના ફૂલ બેકિંગ પાઉડર દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠુ નાખીને દહીંથી લોટ બાંધો અને એમાંથી ભાખરી બનાવો અહીં ખાંડ ને હિસાબે ભાખરી સરસ ક્રિસ્પીબનશે

  2. 2

    હવે આ તૈયાર થયેલી ભાખરી ઉપર પીઝા સોસ લગાવો એ પછી એની ઉપર પાવ ભાજી નું શાક મૂકો એ પછી પોતપોતાની ઈચ્છા પ્રમાણે ડુંગળી ટામેટા કેપ્સીકમ વગેરે શાકભાજી મૂકો

  3. 3

    એ પછી જો ઘરમાં હોય તો મકાઈ olive વગેરે મૂકી શકાય અહીં મારી પાસે મકાઈ ન હોવાથી મૂકી નથી અને છેલ્લે આપણી ઈચ્છા પ્રમાણે ચીઝ ખમણી ને મુકો મારી પાસે મોઝરેલા ચીઝ ન હતું મેં પ્રોસેસ ચીઝ વાપર્યું છે

  4. 4

    હવે બેક કરવા માટે પીઝા માટે તૈયાર કરેલી ભાખરી ને નોન સ્ટિક તવી ઉપર મૂકો ભાખરી ની નીચે થોડું ઘી મૂકો અને થોડીવાર માટે ઢાંકી દો ચીઝ ધીમે ધીમે melt થવા લાગશે અને ભાખરી પણ ક્રિસ્પી બની જશે એ પછી નોનસ્ટિક માં એક ચમચી જેટલું પાણી ભાખરીની ફરતે નાખવું અને તરત જ નોન સ્ટીક પેન ઢાંકી દેવો જેથી તેની વરાળ માં ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જશે

  5. 5

    અત્યારના સમયમાં એક તો બજારમાંથી કોઈ વસ્તુ લાવવી અને ખાવું કોઈને ગમતું નથી વળી મેંદો વગેરે વસ્તુઓ બાળકોને ખવડાવવી હિતાવહ પણ નથી ઘરમાંથી ઘઉંનો લોટ લઇ અને ભાખરી બનાવી પીઝા બનાવવા થી ઘરની વસ્તુ મળે છે વળી ઘરની વસ્તુ હોવાથી ચોખ્ખાઈની પણ ખાતરી હોય છે બાળકોને ઉપર ચીઝ આવી જાય તો નીચે બેઈઝ શેમાંથી બનાવ્યો હોય એની ખાસ ખબર પડતી નથી વળી પીઝા ની અંદર પાવ ભાજી નુ શાક મુક્યું હોવાથી બાળકો જે શાકભાજી ન ખાતા હોય તે પણ એમાં નાખી દઈએ તો એ એમને ખબર પડતી નથી અને પીઝા ના નામે હોંશ થી ખાઈ લે છે

  6. 6

    તેના પાવભાજી ના ઓલ્ટરનેટ માં મેગી અથવા રોટલી માંથી તૈયાર કરેલા પાસ્તા નુડલ્સ પણ મૂકી શકાય તો તૈયાર છે બાળકો માટે ઓલ ટાઈમ ફેવરિટ હેલ્થી ચીઝી પીઝા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gita Tolia Kothari
Gita Tolia Kothari @cook_20784954
પર

Similar Recipes