પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#NoOvenBaking
આજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ.

પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)

#NoOvenBaking
આજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
બે લોકો
  1. પીઝા બેઝ બનાવવા માટે...
  2. ૧ કપમેંદો
  3. 1/2 tspબેકિંગ પાઉડર
  4. 1/2મોટી ચમચી બેકિંગ સોડા
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 4 tspતેલ
  7. અડધો કપ દહીં
  8. પીઝા માટે...
  9. પીઝા સોસ
  10. 2ડુંગળી
  11. 1કેપ્સિકમ
  12. થોડાઓલીવ્સ
  13. 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  14. 1/4 ચમચી ઓરેગાનો
  15. 1/2વાટકી અમેરિકન મકાઈ ના દાણા
  16. ૨ ચમચીબટર
  17. 100 ગ્રામ ચીઝ

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે પીઝા બેઝ બનાવશું.એના માટે મેંદો,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,મીઠું તેલ બધી જ વસ્તુ મિક્સ કરી લો. હવે તેમાં થોડું થોડું દહીં નાખી લોટ બાંધો. લોટ સોફ્ટ હોવો જોઈએ. તેને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દો.

  2. 2

    હવે લોટ માંથી ત્રણ ભાગ કરી લો અને તેને ગોળ રોટલીના આકારમાં વાળી લો. હવે કાંટા ચમચી થી તેમાં કાણા કરો. હવે ગેસ પર એક કઢાઈ મૂકી,તેમાં મીઠું નાખો અને ગેસ ચાલુ કરો. ગરમ થઇ ગયા બાદ તેમાં કાઠો મૂકી દો અને તેની ઉપર એક પ્લેટ ને ગ્રીસ કરી પીઝા બેસ રાખી બેક કરવા મુકો. દસ મિનિટ બાદ બેક થઈ જશે પીઝા બેઝ ને બંને સાઇડ પકાવો.

  3. 3

    હવે બેઝ પ્લેટમાં લઈ તેના પર બટર લગાવી પીઝા સોસ લગાવો. ત્યારબાદ તેની ઉપર ડુંગળી, કેપ્સીકમ, અમેરિકન મકાઈ ના દાણા, chilli flakes, oregano,ઓલીવ્સ બધું જ નાખી લાસ્ટ માં ઉપર ચીઝ નાખો.

  4. 4

    હવે ગેસ પર તવી અથવા તો પેન મૂકી ગરમ કરવા મૂકો. ગરમ થઇ જાય એટલે તેની અંદર પીઝા મૂકી ઢાંકી ને બેક થવા દો. ચીઝ પીગળી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક પ્લેટમાં પીઝા લઈ તેને કટ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes