ગોળ પાપડી (Gol Papdi Recipe in Gujarati)

Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણથી ચાર વ્યક્તિ
  1. 1 વાટકીદેશી ગોળ
  2. ચપટીબેકિંગ સોડા
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકવું અને તરત જ તેમાં ગોળ નાંખી દેવો

  2. 2

    આ મિશ્રણને સતત હલાવતા રહેવું ગોળ નો કલર ધીમે ધીમે બદલવા લાગશે

  3. 3

    ગોળ એકદમ ફૂલીને ઉકડવા લાગે ત્યારે પણ તેને સતત હલાવતા રહેવું ત્યારબાદ એક વાટકીમાં પાણી લઈ તેમાં એક ટીપુ ગોળ નાખીને જોઈ લેવું કે ગોળ ની પાય બરાબર આવી ગઈ છે કે નહીં

  4. 4

    ત્યારબાદ આંગળીની મદદથી ભાંગી જોવું જો કટ.. એવો અવાજ આવે તો આપણી પાય બરાબર આવી ગઈ હોય ત્યારબાદ એક ડીશમાં એક ચમચી ઘી લગાડી દેવું જેથી ગોળ ચોંટે નહીં ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી દેવા અને તરત જ હલાવવું

  5. 5

    ત્યારબાદ તેને તરત જ ગ્રીસ કરેલી દેશમાં રેડી દેવું વચ્ચેથી ગોળ એકદમ ફૂલી જશે આ ગોળ પાપડી ને બે કલાક માટે ખુલ્લી રાખી અને એકદમ ઠંડું થવા દેવું ત્યારબાદ આખેઆખી ડીશમાંથી આ રીતે કટીંગ જાતે કરી લેવું પડશે તેમાં છરીની મદદથી કાપા નથી પાડી શકાતા

  6. 6

    લો તૈયાર છે આપણી ગોળ પાપડી..... જે નાનપણમાં અમે ખૂબ ખાધી છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pushpa Kapupara
Pushpa Kapupara @cook_21932556
પર

Similar Recipes