સ્વાદિષ્ટ બ્રેડ ભેળ (Swadist Bread Bhel Recipe In Gujarati)

Vatsala Popat
Vatsala Popat @vsp22342
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. વિભાગ-1 મસાલા બ્રેડ બનાવવા માટે
  2. ટોસ્ટ કરેલ બ્રેડ slice ના ચોરસ કાપેલા ટુકડા
  3. 1 નંગકાપેલી ડુંગળી
  4. 1/2 નંગ કાપેલું કેપ્સિકમ
  5. 1ઝીણું કાપેલું લીલુ મરચું
  6. 2 નંગકાપેલા ટામેટા
  7. 4 ચમચીઅધ કચરો ક્રસ કરેલ સીંગદાણાનો ભૂકો
  8. 2 ચમચીતેલ
  9. ૧ ચમચીરાઈ જીરુ
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચી હળદર
  12. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. 1/4 ચમચી હિંગ
  15. 1 ચમચીસોયા સોસ
  16. ૨ ચમચીટોમેટો સોસ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. વિભાગ ૨ એસેમ્બલ કરવા માટે
  19. 1વાટકો સેકેલા મસાલાવાળા મમરા
  20. 1 વાટકીઝીણી સેવ
  21. ૧ નંગબાફીને કાપેલ બટાકુ
  22. 1 વાટકીબાફેલા ચણા
  23. જરૂર પ્રમાણે ગોળ આમલીની ચટણી, મરચાં કોથમીર ની ચટણી અને લસણની ચટણી
  24. વિભાગ ૩ ગાર્નીશિંગ માટે
  25. તળેલ શીંગદાણા
  26. કાપેલી ડુંગળી
  27. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સ્વાદિષ્ટ બ્રેડ ભેળ ની એક પ્લેટ પણ આપને સંતુષ્ટ કરી દે છે કારણકે સામાન્ય રીતે બનતી ટ્રેડિશનલ ભેળ કરતા આમાં ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલા બ્રેડના ટુકડા ઉમેરવામાં આવે છે
    આ ભેળ સ્વાદિષ્ટ તો છે પરંતુ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેડ તેમજ ચરબી નું પ્રમાણ સંતુલિત છે આથી પૌષ્ટિક પણ છે.
    આ બનાવવા માટે ઉપર પ્રમાણેના બધા ઘટકો એકઠા કરવા.

  2. 2

    એક પેનમાં તેલ લો તેમાં રાઇ જીરૂ નાખો તતડે એટલે તેમાં હિંગ નાખી ડુંગળી નાખીને સાંતળો બરાબર સંતળાઈ જાય પછી તેમાં કેપ્સિકમ કાપેલા લીલા મરચાં તથા ટામેટા નાખી ફરીથી એક મિનિટ માટે સાંતળો

  3. 3

    હવે તેમાં સોયા સોસ ટોમેટો સોસ અને લાલ મરચાંનો ભૂકો હળદર ગરમ મસાલો ધાણાજીરું વગેરે નાખીને બરાબર મિક્સ કરો અને એકાદ મિનીટ પાકવા દો સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં ટોસ્ટ કરેલ બ્રેડના ટુકડા તેમજ અધકચરો ખાંડેલો સેકેલ શીંગ દાણા નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો.
    જેથી બ્રેડ ટુકડા પર મસાલો બરાબર ચઢી જાય.

  5. 5

    બ્રેડના ટુકડા થોડા ઠંડા પડે એટલે એક ટ્રેમાં લો. તેમાં બાફેલા ચણા કાપેલા બાફેલા બટેટાના ટુકડા ઉમેરી મિક્સ કરો

  6. 6

    હવે તેમાં મમરા અને સેવ નાખી બરાબર મિક્સ કરો અને તેમાં લસણની ચટણી આમલીની ગોળ ની ચટણી અને લીલી ચટણી નાખીને ફરીથી બરાબર મિક્ષ કરો.

  7. 7

    અને હવે છેલ્લે તેની પર ઝીણી સેવ ભભરાવો કાપેલી ડુંગળી ભભરાવો અને થોડા સેકેલ શીંગદાણા અને કોથમીર થી ગાર્નીશ કરો અને આ ખૂબ જ સ્વાદિષ્ટ બ્રેડ ભેળ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vatsala Popat
Vatsala Popat @vsp22342
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes