મટકા રાઈસ વિથ મસાલા કાજુ - ઓનીયન
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઇ ને ૧૫ મિનીટ રાખો અને પાલક ના પણ ને પણ ધોઈ ને સાફ કરી લો
- 2
મિક્ષર માં પાલક ના પાન,લીલા મરચા,૧ ટે સ્પૂન લાલ મરચું,મીઠું અને ૧ ટી સ્પૂન હળદર નાખી ક્રશ કરી લો
- 3
કુકર માં ઘી અને તેલ મૂકી જીરું અને તમાલપત્ર નાખી જીરું ફૂલે એટલે પ્યૂરી નાખી ચોખા નાખી હલાવી ૩ સીટી મારો
- 4
ડુંગળી ને સમારી લો અને કાજુ અને ડુંગળી ને મીઠું અને વસંત નું લાલ મરચું નાખી હલાવી લો.
- 5
એક મટકો લઈ તેમાં એક ટે. સ્પૂન બટર મૂકી ગેસ ચાલુ કરી રાઈસ ભરો
- 6
એક નાના પેન માં એક ટે.સ્પૂન બટર મૂકી સમારેલી ડુંગળી અને કાજૂને ૧ મિનીટ માટે સાંતળી લો અને તેને મટકા ઉપર મૂકો અને ગેસ બંધ કરી દો
- 7
તેને દહીં માં મીઠું અને વસંત નું મરચું નાખી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817084















ટિપ્પણીઓ (8)