ચીઝ ગાર્લિક લોચો

Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

ચીઝ ગાર્લિક લોચો

લોચો એ સુરત ની પ્રખ્યાત ડીશ છે,જેને ડુંગળી, લીલી ચટણી અને નાયલોન સેવ સાથે પીરસવા માં આવે છે,અને હવે તો ઘણા બધા ફ્લેવર્સ માં મળે છે જેમકે બટર લોચો, ઇટાલિયન લોચો જેમાંથી એક આ ચીઝ ગાર્લિક લોચો બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
2 વ્યક્તિ
  1. ૧ કપ ચણાદાળ
  2. ૧ ટેબલસ્પૂન બેસન
  3. ૧ ટેબલસ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  4. ૧/૨ ટી સ્પૂન સાદો ઈનો
  5. ચપટીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લોચા પર છાંટવા મસાલો બનાવવા માટે:-
  8. ૧/૨ ટી સ્પૂન લાલ મરચું પાવડર
  9. ૧/૨ ટી સ્પૂન શેકેલું જીરું પાવડર
  10. ૧/૨ ટી સ્પૂન ચાટ મસાલો
  11. ૧/૪ ટી સ્પૂન સંચળ પાવડર
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ચટણી બનાવવા માટે:-
  14. ૧/૨ કપ લીલા ધાણા
  15. ૨ લીલા તીખા મરચાં
  16. ૧ ચમચી ખાંડ
  17. ૧ ચમચી બનાવેલો લોચો
  18. મીઠું સ્વાદ મુજબ
  19. સજાવવા માટે:-
  20. બટર
  21. ચીઝ
  22. બારીક સમારેલી ડુંગળી
  23. ઝીણી સેવ
  24. ઝીણું સમારેલું લીલું લસણ
  25. સમારેલા લીલાં ધાણા
  26. બનાવેલો મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    ચણાની દાળ ને ધોઈ ૬ થી ૭ કલાક પલાળી રાખો

  2. 2

    પછી પલાળેલી ચણાની દાળ ને મિક્સરમાં થોડુંક જ પાણી નાખી પીસી લો

  3. 3

    પીસેલી દાળ માં બેસન નાખીને મિક્સ કરી લો અને તેને ૪ થી ૫ કલાક ઢાંકીને રહેવા દો

  4. 4

    તેમાં આદુ મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર નાખી મિક્સ કરી લો અને પાણી ઉમેરી ઢોકળા કરતા થોડુંક પાતળું ખીરું બનાવો,ઈનો નાખી મિક્સ કરી લો

  5. 5

    પછી ઢોકળા ની થાળી માં તેલ લગાવી ખીરાને પાથરી દો અને ૧૦ મિનિટ ઢોકળા ની જેમ બાફી લો

  6. 6

    મસાલા ની સામગ્રી મિક્સ કરી લો

  7. 7

    લીલી ચટણી બનાવવા માટે ચટણી ની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં પીસી લો

  8. 8

    ડીશ માં લોચો લઈ તેની ઉપર બટર લગાવી ઉપર બનાવેલો મસાલો છાંટવો પછી ઉપર સેવ, ડુંગળી નાખો

  9. 9

    પછી ઉપર લીલા ધાણા,લીલું લસણ, અને ચીઝ નાખી લોચા ને સેવ, ડુંગળી અને લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Solanki
Minaxi Solanki @cook_12753833
પર

Similar Recipes