લોચો બર્ગર

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#CulinaryQueens
#ફ્યુઝનવીક
#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.

લોચો બર્ગર

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CulinaryQueens
#ફ્યુઝનવીક
#લોચો એક ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ડીશ છે. બર્ગર અમેરિકન ડીશ છે. આ બંનેનું ફ્યુઝન કરીને આજે લોચો બર્ગર બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ ચણાની દાળ
  2. ૧/૪ કપ પલાળેલા પૌંઆ
  3. ૬ બર્ગર ના બ્રેડ
  4. ૩ મોટી ચમચી ચણાનો લોટ
  5. ૨ મોટી ચમચી ટોમેટો કેચપ
  6. ૨ મોટી ચમચી મેયોનીઝ
  7. ૨ મોટી ચમચી ગ્રીન ચટણી
  8. ૧ નાની ચમચી હળદર
  9. ૩ મોટી ચમચી ઝીણા સમારેલા કાંદા અને કેપ્સીકમ
  10. ૪ મોટી ચમચી લીલાં મરચાં અને આદુની પેસ્ટ
  11. ૧/૨ નાની ચમચી હિંગ
  12. ૨ મોટી ચમચી હુંંફાળુંં તેલ
  13. ૧ પેકેટ ઇનો
  14. ૧ નાની ચમચી મીઠું
  15. ૩ થી ૪ ક્યુબ ચીઝ
  16. *લોચો મસાલા માટેની સામગ્રી :
  17. ૧ નાની ચમચી લાલ મરચાંની ભૂકી
  18. ૧/૨ નાની ચમચી સંચળ
  19. ૧/૨ નાની ચમચી જીરું પાવડર
  20. ૧/૨ નાની ચમચી કાળા મરીનો પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોચો મસાલા માટેની બધી સામગ્રી એક મિક્સરમાં લઈ વાટી લેવું.

  2. 2

    ચણાની દાળને ૫ થી ૬ કલાક પલાળી દેવી. પછી પલાળેલા પૌંઆ સાથે વાટી લેવી.

  3. 3

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ મિક્સ કરીને ફરીથી ૫ થી ૬ કલાક માટે ઢાંકીને રહેવા દેવું.

  4. 4

    આ મિશ્રણમાં લીલાં મરચાં અને આદુની પેસ્ટ, હળદર, હુંફાળું તેલ, મીઠું અને હિંગ નાંખીને બરાબર મિક્ષ કરવું.

  5. 5

    ઢોકળાના કૂકરમાં પાણી ગરમ કરવા મૂકવું. ઢોકળાની ડીશમાં તેલ લગાડી દેવું.

  6. 6

    ચણાની દાળના મિશ્રણમાં ઇનો નાંખીને ઝડપથી મિક્સ કરવું.

  7. 7

    ઢોકળાની ડીશમાં ચણાની દાળનું મિશ્રણ પાથરવું. ૧૫ મિનિટ ઢાંકીને થવા દેવું.

  8. 8

    બર્ગરના બ્રેડને વરચેથી કાપી લેવા. તેની પર બંને બાજુ મેયોનીઝ લગાડવું. પછી એક બાજુ કેચપ અને બીજી બાજુ ગ્રીન ચટણી લગાડવી.

  9. 9

    હવે એક બાજુ લોચો મુકવો.

  10. 10

    લોચાની ઉપર કાપેલા કાંદા અને કેપ્સીકમ પાથરવા.

  11. 11

    બંને બાજુ ચીઝ છીણી લેવું. ઉપરથી લોચો મસાલો છાંટવો.

  12. 12

    આ બ્રેડને પ્રી-હીટ કરેલા ઓવનમાં ૧૮૦℃ પર ૭ થી ૮ મિનિટ માટે બેક કરવા મૂકવું.

  13. 13

    લોચા વાળા બ્રેડની ઉપર બીજો બ્રેડ મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

ટિપ્પણીઓ

Similar Recipes