ચાઈનીઝ ભેલ
#સ્ટ્રીટ ફૂડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા તો તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું અને તેલ નાખી ગરમ કરી લો પછી તેમાં નુડલ્સ નાખી હલાવી લો અને બાફી લો પછી તેને કાણા વાળા વાસણ માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો
- 2
હવે મંચુરિયન માટે ના શાક ને ઝીણા સમારી લો પછી તેમાં મીઠું નાખી દો થોડી વારે રહેવા દો પછી તેનું પાણી નિતારી લો હવે તેમાં મીઠું આદું લસણ ની પેસ્ટ, વિનેગર, સોયા સોસ,મરી પાવડર, ચપટી સોડા, મેંદો,કોનૅફલોર નાખી હલાવી લો
- 3
હવે તેના નાના ગોળા વાળી લો પછી તેને ગરમ તેલમાં તળી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી દો પછી તેમાં ઊભી સમારેલી ડુંગળી, ફનસી, ગાજર, લીલા ધાણા ની ડાળી કેપ્સિકમ અને કોબીજ નાખી હલાવી લો પછી તેમાં મીઠું, વિનેગર, સોયા સોસ,સેજવાન ચટણી,રેડ ચીલી સોસ, ટામેટા સોસ નાખી દો
- 5
હવે તેમાં બાફેલા રાઈસ, બાફેલા નુડલ્સ,સેવ મમરા, ટામેટા, ગરમ મસાલો, લાલ મરચું પાવડર, અને તળેલા મંચુરિયન નાખી હલાવી લો હવે તેને ડીશ માં લઇ મંચુરિયન, લીલી ડુંગળી થી સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ