ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક

#સ્ટ્રીટ
આપણે બહાર જતા હોઈએ ત્યારે ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક હાઈવે સાઈડ ઢાબામાં જમતા હોઈએ છીએ. ઢાબામાં અમુક લિમિટેડ શાક તો ફિક્સ જ હોય છે જે બધા જ ઢાબામાં મળતા હોય છે જેમકે સેવ ટામેટાં, લસણીયા બટાકા અને વટાણા બટાકા. જે બનાવવા સરળ છે જેથી ઢાબાવાળા ગ્રેવી તૈયાર રાખે છે અને એક તપેલામાં બાફેલા બટાકા પણ તૈયાર રાખે છે જેથી ઓર્ડર કરીએ તો શાક ઈન્સ્ટન્ટ બનાવીને સર્વ કરી શકે. જેની સાથે ચૂલા પર બનેલા પરોઠા ખાવાની મજા આવે છે. ઢાબામાં મળતા વટાણા બટાકાનાં શાકમાં તેઓ લીલા વટાણા બાફતા નથી. તો ઘણા લોકો કઠોળનાં લીલા વટાણા પલાળેલા ઉપયોગમાં લેતા હોય છે. પણ જો આ રીતે વટાણા લઈએ તો શાક બનાવતી વખતે પાણી ઉમેરીને ચડવા દેવા પડે છે નહીંતર વટાણા કડક રહે છે. તો આજે આપણે ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક બનાવતા શીખીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકરમાં લીલા વટાણા, બટાકા લઈ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બાફવા મૂકો. ૩ વિસલ થાય એટલે ગેસ બંધ કરી કૂકર ઠંડુ પડે એટલે બટાકાને છોલીને મધ્યમ સમારી લો. વટાણાને પાણી સાથે એક બાઉલમાં કાઢો.
- 2
મીક્ષર જારમાં ટામેટા, લીલા મરચા અને આદુ સમારીને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો. જો કાંદા-લસણવાળું શાક બનાવવું હોય તો એક મોટો કાંદો અને પાંચ કળી લસણ ઉમેરીને પેસ્ટ બનાવો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હીંગ મૂકો તતડે પછી તેમાં બનાવેલી ટામેટાની પેસ્ટ તેમાં ઉમેરો. લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું ઉમેરી મિક્સ કરો. તેલ છૂટું પડે ત્યાં સુધી ફ્રાય કરો.
- 4
તેમાં બાફેલા વટાણા અને સમારેલા બાફેલા બટાકા ઉમેરો. રસાવાળું શાક કરવું હોય તો તેમાં જરૂર મુજબ આશરે પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરો. થોડું ઉકળે પછી તેમાં ગરમ મસાલો ઉમેરી ઢાંકીને થોડીવાર માટે પકાવો.
- 5
ગેસ બંધ કરી સમારેલી કોથમીર ભભરાવી ગરમાગરમ શાકને પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઢાબા સ્ટાઈલ વટાણા બટાકાનું શાક.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ