ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો.રાઈ ફૂટે એટલે તેમાં આદુ મરચાં લસણ ની ૨ ચમચી પેસ્ટ નાખી સાંતળો.શેકાઈ જાય એટલે તેમાં છાશ અને થોડું પાણી ઉમેરી ને ઉકળવા દો.ઉકળે એટલે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને ચણા નો લોટ ઉમેરી થોડુ ફાસ્ટ મિક્સ કરો.તવેથા થી મિક્સ કરી ને એક કઠણ પેસ્ટ તૈયાર કરવી.અને થાળી માં થોડુ તેલ લગાવી ને તેમા પાથરી દો.ઠંડુ પડે એટલે ચપ્પા વડે ચોરસ ટુકડા કરો.
- 2
હવે ઢોકળી ના ટુકડા તૈયાર થઈ ગયા એટલે તેનુ શાક બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી ને રાઈ નાખી ફૂટે એટલે તેમાં હિંગ, મીઠા લીમડાના પાન, અને આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી સાંતળો.સતળાઈ જાય એટલે તેમાં ધાણાજીરૂ હળદર લાલ મરચું પાઉડર મીઠું સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી ને છાશ અને થોડું પાણી નાખી ને ઉકળવા દો.
- 3
હવે ઉકળવા લાગે એટલે તેમાં ઢોકળી ના ટુકડા નાખી ને ૫ મીનીટ માટે ઉકાળો.રસો થોડો વધારે રાખવો એટલે ઢોકળી ના ટુકડા સોસી લે રસો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ટેસ્ટી અને સપાઇસી ગુજરાતી ઢોકળી નુ શાક તેને જુવાર રોટલા, રોટલી સાથે સર્વ કરી શકાય છે 😋👏🙏
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (9)