પાણીપુરી ની પુરી

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

#મોમ #મોમચેલેન્જ મિત્રો,પાણીપુરી લગભગ બધાને જ પ્રિય હોય છે. મને અને મારા દીકરા ને તો ખુબજ પ્રિય છે. પરંતુ બહારની પાણીપુરી હેલ્થ માટે હાનિકારક હોવાથી હવે વધુને વધુ લોકો ઘરે પાણીપુરી બનાવતા થયા છે. આવામાં તમે ઘરે પણ આસાનીથી બનાવી શકો છો ફૂલેલી અને ક્રિસ્પી પાણીપુરીની પુરી. ગણી વખત બનાવી છે પુરી પરંતુ બહાર જેવી ન બનતા મ થોડા ફેરફાર કરી પુરી બનવાનું ચાલુ રાખ્યું. અને ફાઈનલી બજાર જેવીજ કુરકુરી પુરી બની ગઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીસોજી
  2. 2 વાટકીઘઉં નો લોટ
  3. 1 ગ્લાસપાણી
  4. 1/2 ચમચીઇનો
  5. તરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાણીપુરીની પુરી બનાવવા માટે તમે ઘઉંનો લોટ અને સૂજી નો ઉપયોગ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવું કે આ પુરી બનાવવા માટે ઝીણો રવો જ પસંદ કરવો. મોટા રવાથી સારી પુરી નથી બનતી.

  2. 2

    ઘઉંલોટ અને સોજી મિક્સ કરી, અડધી ચમચી ઇનો નાખી, બાંધી લ્યો. લોટ પુરી જેવો રાખવો. લ્યો. લોટ ન તો બહુ કડક હોવો જોઈએ તો સોફ્ટ. 35-40 મિનિટ રેસ્ટ થવા દયો.

  3. 3

    નાના લૂઆ પાડીને પાણી પુરીની સાઈઝની નાની નાની પૂરીઓ વણીને તેને તળી લેવી.પૂરી વણવા અટામણનો ઉપયોગ બિલકુલ ન કરવો. જો ચોંટતી હોય તો લૂઆ પર હલકુ તેલ લગાવી દેવુ જેથી તે ચોંટે નહિ. અથવા તો તમે મોટો રોટલો વણીને વાટકીથી પણ નાની પૂરીઓ પાડી શકો છો.

  4. 4

    તેલ થોડું વધારે ગરમ થવા દો, ત્યાત બાદ તળતી વખતે ગેસ ધીમો રાખવો. આમ કરવાથી પુરી કડક બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

Similar Recipes