બટેકા પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ના પોહાં લઈ તેને ધોઈ ને ચાયની માં લઈ લોઅને બટેકા ને છાલ કાઢી અને જીના સમારી લો ત્યારબાદ એક કઢાઈ લઈ તેમાં તેલ મૂકી જીરું મૂકી અને હિંગ નાખી દો ત્યારબાદ તેમાં લીલા મરચા મીઠા લીમડા ના પાન નાખી અને તેમાં સમારેલા બટેટા નાખી અને હલાવો અને ધીમા ગેસ પર થવા દો
- 2
બટેકા ચડી જાય પછી પૌવા માં મસાલો કરીને બટેકા માં નાખી અને હલાવો અને તેમાં લીંબુ નો રસ નાખી દો અને થોડી વાર ગેસ પર થવા દો ત્યારબાદ એક ડિશમાં. લઈને તળેલા શીંગ ના બી સેવ કોથમીર અને ગોળ આંબલી ની ચટણી સાથે સર્વ કરો અમારે ત્યાં જ્યારે પણ બટેકા પૌં વા બને ત્યારે ગોળ આંબલી ની ચટણી બનાવવા ની હોય
- 3
બટેકા પોહા માં તળેલા શીંગ ના બી નાખી અને તેમાં ચટણી નાખી મિક્સ કરી અને તેના પર નાયલોન સેવ અને કોથમરી નાખી અને સર્વ કરો તો તૈયાર છે બટેકા પોહા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814312











ટિપ્પણીઓ (5)