વડાપાઉં (Vadapau Recipe in Gujarati)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#આલુ
મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં

વડાપાઉં (Vadapau Recipe in Gujarati)

#આલુ
મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫-૬ બાફેલા બટાકા
  2. ૨ ટેબલ સ્પૂન આદુ મરચાં લસણ ની પેસ્ટ
  3. ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ
  6. વઘાર માટે સમાગ્રી:
  7. ૧ ટેબલ સ્પૂન તેલ
  8. ૧ ટી સ્પૂન અડદની દાળ
  9. ૧ /૨ ટી સ્પૂન રાઈ
  10. ૧/૪ ટી સ્પૂન હળદર
  11. મીઠો લીમડો
  12. ખીરું માટે સમાગ્રી
  13. ૨ કપ બેસન
  14. ૧ /૪ ટી સ્પૂન હળદર
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૧ ટી સ્પૂન ખાવાનો સોડા
  17. તેલ તળવા માટે
  18. અન્ય સામગ્રી
  19. ૮-૧૦ પાઉં
  20. ગ્રીન કોથમીર- મરચાં ની ચટણી
  21. સુકી લસણ ની ચટણી
  22. ૧/૨ કપ ફુલવાડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક મિશ્રણ બાઉલ માં બાફેલા બટાકા ની છાલ ઉતારી અને મેશ કરો ઼ એમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ, મીઠું સ્વાદાનુસાર, ઝીણી સમારેલી કોથમીર નાખો. એક તડકા પાન માં તેલ ગરમ કરી તેમાં અડદની દાળ નાખી, લાલ થાય એટલે તેમાં રાઈ, જીરું, તતડે એટલે તેમાં મીઠા લીમડાના પાન, હળદર નાખી ને ગેસ બંધ કરવો. આ વઘાર બટાટાનું મિશ્રણ ઉપર નાખી ને બરોબર મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરવું.

  2. 2

    આ સ્ટફિંગ માં થી ચપટા વડાં વાળો.

  3. 3

    બેસન માં હળદર અને મીઠું નાખી ને પાણી નાખી ને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. તળવા માટે તેલ ગરમ કરવા મૂકો. ખીરું માં સોડા નાખી ને ફીણો.

  4. 4

    વળેલા બટાકા નાં વડાં ને ખીરા માં બોળી ને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન તળી લો.વઘારા ના ખીરું માં થી ફુલવાડી બનાવી/ તળવી.

  5. 5

    પાઉં ને વચ્ચે થી કાપી, ગ્રીન ચટણી લગાડી એના ઉપર એક બટાકા વડાં મૂકી ઉપર સૂકી લસણ ની ચટણી અને ફુલવાડી ભભરાવી ને તુરંત સર્વ કરો.

  6. 6

    સ્વાદિષ્ટ ગરમાગરમ વડાં પાઉં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ (56)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
Sudha Agrawal Ji Thankyou for your appreciation ❤️❤️

Similar Recipes