ખમણ (Khaman Recipe in Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#સ્નેક્સ

શેર કરો

ઘટકો

8 થી 10 વ્યક્તિ
  1. 2 કપચણાની દાળ
  2. 1/2 કપખાટું દહીં
  3. 5-6 ચમચીતેલ
  4. 4 ચમચીઆદુ-મરચાં ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/8 ચમચીહીંગ
  8. 4 ચમચીખાંડ
  9. 1પેકેટ રેગ્યુલર ઇનો
  10. વઘાર માટે
  11. 1/2 કપતેલ
  12. 1 ચમચીરાઈ
  13. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણા ની દાળ ને ધોઈ પાણી માં 5 થી 6 કલાક પલાળી રાખવી.ઓછા માં ઓછા ૪ કલાક તો પલાળવી.

  2. 2

    5 થી 6 કલાક બાદ હવે ફરીથી 2-3 વખત દાળ પાણીથી ધોઈ લેવી. હવે બધું પાણી નિતારી એને મિક્સર માં દહીં ઉમેરી કરકરુ ક્રશ કરી લેવું. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું, પણ ખીરું ઘટ્ટ જ રાખવા નું છે. એને બહુ કરકરું કે બહુ લીસું પણ નહિ કરવું.હવે એક બાઉલમાં કાઢીને 10 મિનિટ ખીરુંને એક જ દિશામાં ફેટી લો.પછી ઢાંકીને 8 થી 10 કલાક આથો આવવા ગરમ જગ્યાએ મુકી દો.

  3. 3

    તમે જોઇ શકો છો સરસ આથો આવી ગયો છે.હવે તપેલામાં પાણી ગરમ કરવાં મુકો અને થાળીને તેલથી ગ્રીસ કરી લો.5 થી 10 મિનિટ ખીરુંને એક દિશા મા ફેટી લો. ત્યારબદ ખીરુંમાં તેલ, મીઠુ, આદુ-મરચા ની પેસ્ટ, ખાંડ, હીંગ અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે ખીરુ માં ઇનો ઉમેરી ઉપર 2 ચમચી પાણી ઉમેરી એક જ દિશા માં હલાવી ગ્રીસ કરેલી થાળીમાં ખીરું પાથરી દો.

  4. 4

    તપેલામાં માં સ્ટેન્ડ મુકી થાળી 15 મિનિટ બાફવા મુકો.15 બાદ છરી થી ચેક કરી લેવું, જો છરીમાં ખીરું ન ચોંટે તો ગેસ બંધ કરી દેવું અને જો ચોંટે તો થોડીવાર બાફવુ.થાળી ને તપેલામાંથી કાઢી 10 મિનિટ કપડાં થી ઢાંકી દેવું.

  5. 5

    એકદમ ઠંડુ થાય પછી કાપા પાડી લેવાં.વઘાર માટે વાઘરીયા માં તેલ ગરમ કરવાં મુકો.તેલ ગરમ થાય પછી રાઈ ઉમેરો.રાઈ તતડે પછી વઘાર ખમણ ઉપર રેડી દો.થોડી કોથમીર છાંટી મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ખમણ. ખમણ ની ઉપર સેવ ભભરાવી સર્વ કરો.

  7. 7
  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes