મહુડી સ્ટાઈલમાં સુખડી(Sukhdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ગોળ અને ઘી ને માપ મુજબ લઈ લેવા. હવે કડાઈમાં ઘી ગરમ કરી લેવું ત્યારબાદ તેમાં ગોળ નાખી બરાબર હલાવી મિક્સ કરો. અહીં ગોળને મેલ્ટ કરવાનો છે તેની પાઈ નથી બનાવવાની.
- 2
ગોળ બરાબર મેલ્ટ થઈ જાય અને તેમાં બબલ્સ આવવા લાગે ત્યારબાદ ધીમેધીમે ઘઉંનો લોટ ઉમેરતું જવું. અને જ્યારે ઘી છૂટું પડવા લાગે તો સમજવું કે આપે લીધેલ સામગ્રી એકદમ પરફેક્ટ માપ થી છે. હવે તેને એક થાળીમાં ઘી લગાવી ને પાથરી દો. થોડુંક ઠંડુ થાય ત્યારબાદ પીસ કરી લેવા. તો તૈયાર છે મહુડી સ્ટાઈલ ની સુખડી, તેને ગરમાગરમ પણ ખાઈ શકાય તે એકદમ સોફ્ટ લાગે છે અને ઠંડી થઇ ગયા બાદ પણ એટલી જ સોફ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12894423










ટિપ્પણીઓ