રાંધવાની સૂચનાઓ
- 1
એક મિશ્રણ બોઉલ માં મેયો નાખી એમાં જણાવેલ બઘી સમાગ્રી ભેળવી, બરોબર મિક્સ કરી પેરી પેરી મેયો સોસ બનાવો. બાફેલા બટાકા ની છાલ ઉતારી સ્લાઈસ માં સમારો.
- 2
૨ બ્રેડ ની સ્લાઈસ લો. બન્ને બ્રેડ ની સ્લાઈસ પર એક બાજુ બટર લગાડો. ઉલટું કરો, બન્ને બ્રેડ ની કોરી સાઈડ પર પેરી પેરી મેયો સોસ પાથરો.
- 3
એક સ્લાઈસ પર બાફેલા બટાકા ની સ્લાઈસીસ પાથરો. ચાટ મસાલો ભભરાવી ને બીજી સ્લાઈસ પર ચીઝ સ્લાઈસ મુકી ને કવર કરો.
- 4
ગ્રિલ સેન્ડવીચ તવા પર મૂકી ને બન્ને સાઈડ ગુલાબી રંગ ના શેકી લો. ત્રણ કાપા પાડીને સર્વ કરો. એવી રીતે બીજી સેન્ડવીચ બનાવી.
- 5
ગરમાગરમ સ્વાદિષ્ટ પેરી પેરી મેયો ગ્રિલ સેન્ડવીચ, પેરી પેરી બટાકા ની વેફર અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12907337










ટિપ્પણીઓ (39)