દૂધી બટેટાનું શાક (Dudhi Bateta nu Shaak Recipe in Gujarati)

Vibha Upadhyay @cook_22144453
દૂધી બટેટાનું શાક (Dudhi Bateta nu Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી તેમજ બટેટાને સમારી લો. બધી સામગ્રી તૈયાર રાખો.ટામેટાં, આદું, મરચાં પણ સમારી ને તૈયાર રાખો. ત્યારબાદ લસણ ફોલીને ખાંડળીમાં ખાંડી લો.
- 2
હવે એક લોયું મૂકી તેમાં તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ નો વઘાર કરી તેમાં દૂધી બટેટા પાણી થી ધોઈને ઉમેરો. જરૂર મુજબ મીઠું નાંખો.૧/૨ કપ પાણી નાંખી ચડવા દો. શાક બરાબર દબાય એટલે તેમાં બધાં મસાલા તેમજ લસણની ચટણી ઉમેરી તેમાં ટમેટાં, આદું, મરચાં ઉમેરો થોડીવાર થાળી ઢાંકી મસાલા ને શાકમાં ચડવા દો. તો તૈયાર છે દૂધી બટેટા નું લસણ વારું શાક તેને ગરમાગરમ ફુલકા રોટી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13088110








ટિપ્પણીઓ