હાંડવો(handvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને ચણાની દાળ અને મકાઈ ને દળી લઈશું.
- 2
લોટ માં છાશ એક મોટી વાટકી નાખી ને પલાળો. પાણી ની જરૂર પડે તો ઉમેરસુ.ખીરામાં પલળતી વખતે હળદર અને સૂકી મેથી ના ચાર થી પાંચ દાણા નાખવા.
- 3
ખીરાને ત્રણ કલાક માટે ઢાંકીને મૂકી દો.
- 4
ત્રણ કલાક પછી જોઈશું. તો ખીરા માં આથો આવી ગયો હસે. તેમાં આપણે મીઠું, મરચુ, ધાણાજીરું, ખાંડ, ખાવાનો સોડા નાખી ને બરાબર મિક્સ કરી દઈશું.આ ખીરા ને આપણે જેમાં હાંડવો મૂકવાનો હોય તેમાં લઈ લઈશું.
- 5
એક વાસણ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે રાઈ નાંખો. રાઈ ફૂટે એટલે તેમાં તલ નાખો, સુકા લાલ મરચા નાખો. હિંગ નો વઘાર કરી ને વઘાર ખીરામાં રેડીદો.
- 6
હવે ઓવન માં હાંડવો મૂકી દઈશું.૨૦૦ ડિગ્રી તાપમાન અને૨૦ મિનિટ માટે ઓવન માં સેટ કરી ને મૂકી દઈશું.
- 7
ટાઈમ પૂરો થાય એટલે ઓવન બંધ કરી દો. તૈયાર છે હાંડવો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13143261









ટિપ્પણીઓ